200
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
21 જાન્યુઆરી 2021
હાલમાં જ મુંબઇ પોલીસે બાન્દ્રા સ્થિત એક હોસ્પિટલમાંથી નર્સ ની ધરપકડ કરી છે. વાત એમ છે કે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેને ત્રણ શિશુઓ ને ખરીદ્યા હતા. આ શિશુઓ તે નિસંતાન દંપતિઓને વેચી રહ્યો હતો. પોલીસે જ્યારે વધુ તપાસ આદરી ત્યારે ખબર પડી કે બાંદ્રા સ્થિત હોસ્પિટલમાં કામ કરી રહેલી અમુક નર્સો નવજાત શિશુઓના ખરીદ-વેચાણના કારોબારમાં સામેલ છે.
આ નર્સ બાંદરા કુર્લા કોમ્પલેક્સ પાસે ની ઝૂંપડપટ્ટીઓમાં સ્ત્રીઓ નો સંપર્ક કરતી હતી જેઓ આર્થિક રીતે નિર્ધન હતા. ત્યારબાદ તેઓ આ એજન્ટને જણાવીને ડીલેવરી થતાની સાથે જ બાળક સંતાન વગરના દંપતીને વેચી દેતા હતા. હાલ પોલીસ એ તમામ નવજાત શિશુના માતા-પિતા તેમજ તેના ખરીદદારોને શોધી રહી છે.
You Might Be Interested In