Badlapur: બદલાપુરની આ હાઉસિંગ સોસાયટીમાં પ્રથમ વખત 11 મહિલા સભ્યોની કમિટી પસંદગી કરાઈ..જાણો વિગતે..

Badlapur: કેંદ્રમાં ગયા વર્ષે પસાર થયેલા નારી શક્તિ અધિનિયમથી પ્રેરિત થઈને, હવે કવિતા રેસીડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની તમામ જટિલ બાબતો માટે 11 મહિલાઓની ટીમની રચના કરવામાં આવી છે. તેમજ સંપુર્ણ સોસાયટી હવે તેમના દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ દરેક મહિલાઓ નોકરી કરે છે અને તેમના ઘરને સંભાળવાનું કામ પણ સાથે કરે છે.

by Hiral Meria
Badlapur A committee of 11 women members was selected for the first time in this housing society of Badlapur..

 News Continuous Bureau | Mumbai

Badlapur: બદલાપુરમાં એક નવી રચાયેલી સહકારી હાઉસિંગ સોસાયટીના ( Co-operative Housing Society ) સભ્યોએ હવે સર્વસંમતિથી 11 સુશિક્ષિત મહિલાઓના ( Women ) જૂથને સોસાયટીના તમામ સંચાલનની લગામ સોંપી દીધી છે, જે હવે નારી શક્તિને આગળ વધારવા  માટે કામ કરશે.

ગયા વર્ષે પસાર થયેલા કેન્દ્રના નારી શક્તિ અધિનિયમથી પ્રેરિત થઈને, હવે કવિતા રેસીડેન્સી ( Kavita Residency ) કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની તમામ જટિલ બાબતો માટે આ તમામ મહિલાઓની ટીમ હવે જવાબદાર રહેશે. તેમજ સંપુર્ણ સોસાયટી ( Society Members ) હવે તેમના દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ દરેક મહિલાઓ નોકરી કરે છે અને તેમના ઘરને સંભાળવાનું કામ પણ સાથે કરે છે.

Badlapur: આ સહકારી હાઉસિંગ સોસાયટીમાં 11 મહિલા એક્ઝિક્યુટિવ કમિટિ બિનહરીફ રીતે ચૂંટાઈ હતી…

તાજેતરની મીટિંગમાં, આ સહકારી હાઉસિંગ સોસાયટીમાં 11 મહિલા એક્ઝિક્યુટિવ કમિટિ ( Executive Committee ) બિનહરીફ રીતે ચૂંટાઈ હતી, જેમાં પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવેલા 24 ફ્લેટનો સમાવેશ થાય છે. તમામ 24 સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે સોસાયટીની બાબતોનું સંચાલન આ તમામ મહિલાઓની ટીમ દ્વારા હવે થશે.

આ સમાચાર પણ વાંચો  : Stag Beetles: સ્ટેગ બીટલ, વિશ્વના સૌથી મોંઘો કીડો, લક્ઝરી કાર જેટલી છે કિંમત..જાણો વિગતે..

મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ હશે જેમાં મહિલાઓ દ્વારા સંચાલિત હાઉસિંગ સોસાયટી છે. જેણે હવે નોંધપાત્ર રીતે સૌનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જેના કારણે હવે સમગ્ર વિસ્તારના પુરુષો વર્ગમાં હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે. જેઓ થોડી અસુરક્ષિતતા અનુભવે છે.

હવે, આ સોસાયટીના લોકો આ નિર્ણયથી ખુબ ઉત્સુક છે.  કારણ કે મહિલાઓ તેમના ઘર અને સમાજ બંનેને અહીં સારી રીતે સંભાળે છે. તેમજ સોસાયટીના તમામ લોકોએ આ તમામ મહિલાઓને કોઈ સમસ્યા હશે, તો તેઓ તેમને મદદ કરવા માટે પણ હંમેશા તૈયાર રહેશે. એવું સોસાયટીના તમામ લોકોએ જણાવ્યું હતું. 

 

Join Our WhatsApp Community

You may also like