Site icon

Bandra Cylinder Blast : મુંબઈના બાંદ્રામાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, ८ લોકો ઘાયલ..જાણો વિગતે..

Bandra Cylinder Blast : મુંબઈના બાંદ્રાના ગજધર રોડ વિસ્તારમાં એક ઘરમાં સિલિન્ડર વિસ્ફોટમાં આઠ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ શનિવારે સવારે 6.15 વાગ્યે થયો હતો. બાંદ્રાના ગજાધર રોડ વિસ્તારમાં વન પ્લસ સ્ટ્રક્ચરવાળા ઘરમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો…

Bandra Cylinder Blast Gas cylinder blast in Mumbai's Bandra, 8 people injured.. know details..

Bandra Cylinder Blast Gas cylinder blast in Mumbai's Bandra, 8 people injured.. know details..

News Continuous Bureau | Mumbai

Bandra Cylinder Blast : મુંબઈ ( Mumbai )  ના બાંદ્રા ( Bandra ) ના ગજધર રોડ વિસ્તારમાં એક ઘરમાં સિલિન્ડર વિસ્ફોટ ( Cylinder Blast ) માં આઠ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ શનિવારે સવારે 6.15 વાગ્યે થયો હતો. બાંદ્રાના ગજાધર રોડ ( Gajadhar Road ) વિસ્તારમાં વન પ્લસ સ્ટ્રક્ચરવાળા ઘરમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં ઘરના આઠ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં ( Bhabha Hospital ) સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈમરજન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી મળેલી માહિતી અનુસાર બાંદ્રાના ગજાધર રોડ પર સ્થિત એક ઘરમાં શનિવારે (18 નવેમ્બર) સવારે એક મોટો સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે જોરદાર આગ લાગી હતી. આગના કારણે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે રાખેલ વીજ ઉપકરણો, વાયરિંગ અને કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. આગની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં ફાયર ફાયટરોએ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી.

એક દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાનો કર્યો ઇનકાર..

આગમાં ઘરના આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગના કારણે તમામ લોકો 25 થી 40 ટકા દાઝી ગયા હતા. તેમની સર્જિકલ વોર્ડમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે, એમ હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે. દરમિયાન, એક દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો..

આ સમાચાર પણ વાંચોઃ  ICC World Cup 2023, IND vs AUS Final: વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં હશે આ અમ્પાયર્સ, એક નામ વાંચીને ભારતીય ફેન્સની ચિંતા વધી; જાણો શું છે કારણ

ઘાયલ થવાવાળાની માહિતી નીચે પ્રમાણે છે..

1) નિખિલ દાસ, 53 વર્ષ, 35% બળી 2) રાકેશ શર્મા, 38 વર્ષ, 40% બળી 3) એન્થોની થેંગલ, 65 વર્ષ, 30% બળી 4) કાલીચરણ કનોજિયા, 54 વર્ષ, 25% બળી 5) શાન અલી ઝાકિર અલી સિદ્દીકી, 31 વર્ષ, 40% દાઝી ગયો 6) સમશેર, 50 વર્ષ, ગંભીર રીતે ઘાયલ, સર્જીકલ વોર્ડમાં દાખલ 7) સંગીતા, 32 વર્ષ, નાની ઈજાઓ 8) સીતા, 45 વર્ષ, હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર

Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Mumbai Fort Robbery: મુંબઈમાં નકલી પોલીસનો કહેર: કેન્યાની મહિલા વેપારીને આંતરી ₹66.45 લાખની લૂંટ; હાઈ-સિક્યોરિટી ગણાતા ફોર્ટ વિસ્તારની સનસનીખેજ ઘટના
Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
Mumbai Local Murder: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસરની હત્યાનો ભેદ ઉકેલાયો: માત્ર એક ધક્કા અને નજીવી બોલાચાલીએ લીધો જીવ; આરોપીએ પોલીસ સામે પોક મૂકી
Exit mobile version