ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 ડિસેમ્બર 2020
કહેવાય છે કે મુંબઈની સડકો પાર બેસ્ટની બસો ક્યારે કંઈ દિશામાંથી આવી જાય કોઈ કહી શકે નહીં. આવી જ એક બસના ડ્રાઇવરની બેદરકારી ને કારણે એક નવયુવાન એ જીવ ખોવાનો વારો આવ્યો છે.
મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલે બૃહદમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ને કહ્યું છે કે કચડી નાખનાર ના સગાઓને 47 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 2015 માં સાકીનાકા ખાતે બે બેસ્ટની બસ વચ્ચે 37 વર્ષનો યુવાન કચડાઈ ગયો હતો.
ખાનગી કંપનીમાં વેચાણ અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરનાર અને માસિક રૂ. 18,000 કમાતો અહમદ શેખ તેની 32 વર્ષીય પત્ની, ત્રણ સંતાનો સાથે રહેતો હતો. આ ઘટના 15 જુલાઇ 2015 ના રોજ બની હતી જ્યારે તે સકીનાકા ખાતે અંધેરી-ઘાટકોપર લિંક રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે તે ઘાટકોપર તરફથી આવી રહેલી બેસ્ટ બસ સાથે ટકરાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
શેખના પરિવારે ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો અને મોટર વાહન અધિનિયમ હેઠળ રૂ. 55 લાખનું વળતર આપવાનો દાવો કર્યો હતો. જોકે, બેસ્ટે તેમના આક્ષેપોને અને જવાબદારીને નકારી હતી. તેમાં જણાવાયું છે કે 'શેખની પોતાની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો અને તે બસની વચ્ચેની સાંકડી જગ્યામાંથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તેણે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ પણ કર્યો ન હતો, સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે બસ મધ્યમ ગતિએ ચાલતી હતી અને અકસ્માત ટાળવા બસ ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી હતી.'
પોલીસ દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ ટ્રિબ્યુનલે કહ્યું કે સ્પષ્ટ છે કે મૃતક બે બસની વચ્ચે કચડાયો હતો. તેનો અર્થ એ છે કે વાંધાજનક બસના ચાલકે બીજી બસને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને કારણે શેખનું મૃત્યુ થયું હતું.