BEST Bus Accident:સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસે ઘણા વાહનો અને લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.
One more cctv footage of Kurla Best Bus accident mumbai on 9th dec 2024.#Kurla #mumbai #BestBus #Accident pic.twitter.com/0up62VUiq6
— Sonu Kanojia (@NNsonukanojia) December 9, 2024
BEST Bus Accident: બ્રેક ફેલ થવાના કારણે થયો અકસ્માત
પ્રાથમિક અહેવાલ મુજબ બસની બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
The bus involved in the Kurla incident being towed away. https://t.co/OYXgxee6rq pic.twitter.com/oboiWux3Ww
— Rajendra B. Aklekar (@rajtoday) December 9, 2024
BEST Bus Accident: બસ રૂટ નંબર 332 ની હતી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અચાનક એક હાઇ-સ્પીડ બસ બજારમાં આવતી જોવા મળી, જેના પછી લોકોમાં હોબાળો મચી ગયો. લોકો બચવા માટે દોડવા લાગ્યા પરંતુ બસે કેટલાક વાહનો અને લોકોને અડફેટે લઇ લીધા. લોકોએ પોલીસને એમ પણ જણાવ્યું કે બસ ડ્રાઈવર નશામાં હતો. પોલીસે ઘટનાસ્થળેથી ભીડને હટાવી બસ ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો હતો. આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો, જ્યારે બેસ્ટની રૂટ નંબર 332 બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી.
🚨 Tragic accident: BEST bus #332 (Kurla-Andheri route) Royal Hotel, Kurla. 3 dead, 20 injured after bus collides with multiple vehicles near Anjum-e-Islam school on SG Barve Marg. Initial reports suggest brake failure. Emergency services on scene. #Mumbai #KurlaAccident pic.twitter.com/E5flJdrbRX
— Tabrej Khan (Rajput) 🇮🇳 (@tabrej) December 9, 2024
BEST Bus Accident: મૃત્યુઆંક વધવાની શક્યતા
હાલ મુંબઈ મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે. BMCએ અકસ્માતમાં ઘાયલ અને મૃતકોના સત્તાવાર આંકડા વિશે માહિતી આપી છે, જે મુજબ 25 લોકો ઘાયલ થયા છે, જ્યારે 5 લોકોના મોત થયા છે. જો કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)