મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એક દુર્ઘટના ઘટી છે. માયાનગરી મુંબઈના બાંદ્રામાં બેસ્ટ ઉપક્ર્મની  એક બસમાં અચાનક આગ ફાટી નિકળી હતી.

by kalpana Verat
BEST bus catches fire in Mumbai's Bandra, all passengers safe

News Continuous Bureau | Mumbai

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એક દુર્ઘટના ઘટી છે. માયાનગરી મુંબઈના બાંદ્રામાં બેસ્ટ ઉપક્ર્મની  એક બસમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ  હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે જ બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. 

હાલ આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના પગલે બસમાંથી ધુમાડાના ગોટેગોટા નિકળી રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો: RBI એ લીધો મોટો નિર્ણય : આ બેંકના વ્યવહારો પર લગાવી રોક, ગ્રાહકો પર હવે કેવી અસર થશે?

પ્રાપ્ત જાણકારી મુજબ બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આવા સમયે બસ ડ્રાઈવરે સૌથી પહેલા બસ ધીમી પાડી હતી અને ત્યાર બાદ સાઈડમાં રોકી બસનો દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખુલ્યા બાદ તમામ મુસાફરો સલામત રીતે બહાર આવી ગયા હતાં. આમ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.  નોંધનીય છે કે ગત નવેમ્બરમાં અમરાવતીના પિંપલવિહિરમાં રાજ્ય પરિવહન નિગમની બસમાં આગ ભભૂકી હતી. 

Join Our WhatsApp Community

You may also like