News Continuous Bureau | Mumbai
મુંબઈ (Mumbai) ના પશ્ચિમી ઉપનગરમાં દહિસર પૂર્વ (Dahisar East) માં બેસ્ટ (BEST Bus) પ્રશાસનની બસ પર પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બેસ્ટની બસને કથિત રીતે નુકસાન પહોંચાડનાર અને તેમાંના ડઝનથી વધુ મુસાફરોને ઇજા પહોંચાડનારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અકસ્માતના વિડિયો મુજબ, ઓલા કેબ ડ્રાઈવર અચાનક તેની ડાબી બાજુએ આવી ગયો હતો જેના પરિણામે તેની કાર બસના આગળના ભાગ સાથે સહેજ અથડાઈ હતી. આ ઘટના પછી કેબ ડ્રાઈવર તેની કેબમાંથી બહાર આવ્યો અને ડ્રાઈવર (Driver) સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. જ્યારે બસ ડ્રાઈવરે તેનો વિરોધ કર્યો તો કેબ ડ્રાઈવરે તેને માર માર્યો હતો. આ દરમિયાન કેબમાં મુસાફરી કરી રહેલા અન્ય બે મુસાફરો બહાર આવ્યા અને બસ પર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે બસના આગળના બંને કાચ (Wind shield) ને નુકસાન થયું હતું. અનેક બારીઓના કાચ પણ ક્ષતિગ્રસ્ત થયા હતા.
આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..
જ્યારે બસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો ત્યારે વિસ્તારના રહેવાસીઓએ આ ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સમર્થ બેસ્ટ કામદારોના સંગઠન વતી પોલીસને નિવેદન આપવામાં આવ્યું હતું. સાથે યુનિયન વતી બેસ્ટના કામદારો ફરજ પર હોય ત્યારે તેમની સુરક્ષા થાય અને સંબંધિત આરોપીઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.