News Continuous Bureau | Mumbai
બેસ્ટની બસમાં(BEST Bus) મુસાફરી કરતા મુસાફરોને(Passengers) તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે હવેથી અન્ય પરિવહનનો(transports) વિકલ્પ ઉપલબ્ધ થશે. BEST એ મુંબઈમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર(Electric two-wheeler) (ઇલેક્ટ્રિક બાઇક)(Electric bike) સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સેવાનું ટેસ્ટિંગ અંધેરીમાં(Andheri) કરવામાં આવી રહ્યું છે. તેમાં સફળતા બાદ આ સેવા મુંબઈમાં શરૂ કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક બાઈકને બેસ્ટના સ્ટોપની(BEST stop) બાજુમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ પ્રયોગ અંધેરીમાં શરૂ કરવામાં આવ્યો છે અને સંબંધિત કંપની દ્વારા સાત ટુ વ્હીલર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ બાઇકની સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેનું ભાડું 20 રૂપિયા પ્રતિ ત્રણ કિલોમીટર અને મૂળભૂત ભાડું 1.5 રૂપિયા પ્રતિ મિનિટ હશે.
આ બાઇકનો ઉપયોગ કરવા માટે મુસાફરો Vogo એપનો(Vogo app) ઉપયોગ કરી શકે છે. પ્રયોગ સફળ થયા બાદ આ ફીચર ચલો એપ(Chalo App) દ્વારા લોન્ચ કરવામાં આવશે. બેસ્ટ બસ પાસ અને સુપર સેવર સ્કીમના(Super Saver Scheme) યુઝર્સ ટુ-વ્હીલરનો પણ ઉપયોગ કરી શકે છે. આનાથી મુસાફરો બસ સ્ટોપ પર ઉતરી શકશે અને ખાનગી વાહનોની રાહ જોયા વિના તેમના ઇચ્છિત મુકામ પર પહોંચી શકશે. ઓફિસ(Office) જતા કર્મચારીઓને(Employees) આ સુવિધાનો ઘણો ફાયદો થશે.
આ સમાચાર પણ વાંચો : અરેરેરે- ઉદ્ઘાટનના અઠવાડિયાની અંદર જ બોરીવલીના ફ્લાયઓવરની આ તો કેવી હાલત- સરફેસનો ડામર ઉખડી ગયો- જાણો વિગત
બેસ્ટે એપ આધારિત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે કંપની સાથે ભાગીદારી કરી છે. આ પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે બેસ્ટ વધુ મુસાફરો ઉમેરીને આવક મેળવી શકે. બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે આ સેવાને મુખ્ય બસ સ્ટોપ, કોમર્શિયલ વિસ્તારો(Commercial areas), રહેણાંક વિસ્તારો વગેરે સુધી વિસ્તારવામાં આવશે.
હાલમાં આ સેવામાં અંધેરી ઈસ્ટ ડાયનેસ્ટી બિઝનેસ પાર્ક(Dynasty Business Park), જેબી નગર મેટ્રો સ્ટેશન(JB Nagar Metro Station), આકૃતિ સ્ટાર, ચકાલા ઔદ્યોગિક, ટેક્નોપોલિસ નોલેજ પાર્ક, અગરકર ચોક બસ સ્ટોપ, સહાર રોડ, રેલ્વે કોલોની પાસે ઉપલબ્ધ છે.