Site icon News Continuous Bureau | Mumbai

વાહ! વીજ ગ્રાહકોને સમયસર વીજળીના બિલ ભરવા પ્રોત્સાહન આપવા બેસ્ટે અજમાવી આ યોજના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

દક્ષિણ મુંબઈમાં 10 લાખથી વધુ ગ્રાહકોને બેસ્ટ ઉપક્રમ વીજ પુરવઠો પૂરો પાડે  છે. બેસ્ટ ઉપક્રમે પોતાના વીજ ગ્રાહકો સમયસર વીજળીના બિલ ભરે તે માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકતી હોય છે. જે હેઠળ હાલમાં તેણે સમયસર ઓનલાઈન વીજળીના બિલ ભરનારા ગ્રાહકોને  ઈલેક્ટ્રિક ઉપકરણો ભેટ આપ્યા હતા. બેસ્ટે ઓનલાઈન બિલ ભરનારા ગ્રાહકો માટે લોટરી રાખી હતી, જેમાં વિજેતા બનેલા ગ્રાહકોને ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ ફોન તથા મિકસર જેવા ઉપકરણો ભેટરૂપે આપ્યા હતા.

બેસ્ટ દક્ષિણ મુંબઈમાં કોલાબા, કફ પરેડથી સાયન અને ચર્ચગેટથી માહિમ સુધીના વિસ્તારમાં વીજ પુરવઠો કરે છે. બેસ્ટના લગભગ 10,70,000 ગ્રાહકો છે. તેમાંથી 6 લાખ ગ્રાહકો વીજળીના બિલ ઓનલાઈન ભરે છે. ગ્રાહકો સમયસર અને ઓનલાઈન વીજળીના બિલ ભરે તે માટે તેમને પ્રોત્સાહન આપવા માટે લકી ડ્રો રાખવામાં આવ્યો હોવાનું બેસ્ટ પ્રશાસને જણાવ્યું હતું.  દિવસે ને દિવસે ઓનલાઈન વીજળીનું બિલ ભરનારાઓની સંખ્યા વધી રહી છે. તેથી વધુને વધુ લોકો સમયસર બિલ ભરે તે માટે બેસ્ટ દ્વારા નવી નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવતી હોય છે.

મુંબઈમાં કોરોના ‘ઈન-કંટ્રોલ’, શહેરમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ સાથે માત્ર એક જ દર્દીનું નિપજ્યું મોત; જાણો આજના નવા આંકડા

અહીં ઉલ્લેખનીય છે બેસ્ટ શહેરમાં વીજ પુરવઠો કરવાની સાથે જ બસો દોડાવે છે. જેમાં ઈલેક્ટ્રિસીટી ડિપાર્ટમેન્ટ પ્રોફીટ કરનારું છે. પરંતુ બેસ્ટનું ટ્રાન્સપોર્ટ ખાતુ લોસમાં છે. બેસ્ટ વ્યહાર ઈલેક્રિટસીટી ખાતાના પ્રોફીટ પર જ ચાલતો હોવાનું કહેવાય છે. તેથી ગ્રાહકો સમયસર વીજળીના બિલ ભરે તે બેસ્ટ ઉપક્રમ માટે પણ રાહતજનક છે.

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version