News Continuous Bureau | Mumbai
નવરાત્રીના(Navratri) નવ દિવસ દરમિયાન મહાલક્ષ્મી મંદિર(Mahalakshmi Temple) જવા ઈચ્છુક ભક્તો(Devotees) માટે બેસ્ટ ઉપક્રમે વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.
બેસ્ટ ઉપક્રમના(Best Dept) જણાવ્યા મુજબ 26 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર, 2022 દરમિયાન મહાલક્ષ્મીમાં આવેલા માતાજીના મંદિર જવા માટે મોટા પ્રમાણમાં ભીડ ઉમટશે. તેથી બેસ્ટ ઉપક્રમ દરમિયાન આ દિવસો દરમિયાન વધારાની બસ દોડાવવામાં આવવાની છે.
આ સમાચાર પણ વાંચો : માસ્ક ફરજિયાત અને દંડ વસૂલી કયા કાયદા હેઠળ કરી- જવાબ આપો- હાઈકોર્ટે BMCને આપ્યો આટલા સપ્તાહનો સમય
બેસ્ટ ઉપક્રમ તરફથી મહાલક્ષ્મી મંદિર જતી 28, 37, 83, 57, એ-77, 159,એ-124 અને એ-357 આ રૂટ પર દરરોજ વધારાની 26 એડિશનલ બસ (Additional bus) દોડાવવામાં આવશે. એ સિવાય ઉપનગરના પ્રવાસીઓ(suburban commuters) માટે ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશનથી(Mahalakshmi Railway Station) મહાલક્ષ્મી મંદિર જવા માટે ભીડના સમયે વધારાની બસ દોડાવવામાં આવશે.
એ સિવાય ભાયખલા(Byculla)(પૂર્વ)થી મહાલક્ષ્મી મંદિર અને ત્યાંથી ફરી ભાયખલા(પૂર્વ) સુધી પણ સ્પેશિયલ બસ દોડાવવામાં આવશે.