News Continuous Bureau | Mumbai
બેસ્ટ ઉપક્રમ દ્વારા મુસાફરોની સુવિધા માટે બેસ્ટ ચલો એપ અને બેસ્ટ ચલો સ્માર્ટકાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વિકલ્પનો ઉપયોગ કરનારા મુસાફરોને પહેલી માર્ચથી એટલે કે આજથી બેસ્ટ બસમાં પ્રવેશ મળશે. જો કે, આ સુવિધાને કારણે જે મુસાફરો ડિજિટલ મીડિયાનો ઉપયોગ નથી કરતા તેમને અસુવિધા થશે.
બેસ્ટ માટે સ્માર્ટ ઍક્સેસ
1 માર્ચથી, મુસાફરોએ તેમના મોબાઇલ ફોન દ્વારા બેસ્ટ ચલો એપ ડાઉનલોડ કરવી પડશે અથવા જો તેઓ પ્રથમ વખત બેસ્ટ બસમાં પ્રવેશવા માંગતા હોય તો બેસ્ટ ચલો કાર્ડ ખરીદવું પડશે. બેસ્ટ ઉપક્રમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આનાથી છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
આ સમાચાર પણ વાંચો : જોવા માટે તૈયાર રહેજો! ભારતમાં આ તારીખે જોવા મળશે ગુરુ-શુક્રના મિલનનુ અદભૂત દ્રશ્ય
વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવશે
ટિકિટિંગ માટે ડિજિટલ મોડનો ઉપયોગ વધારવા અને યોજનાનો પ્રચાર કરવા માટે, આ સેવાનો લાભ લેનારા મુસાફરોને કેટલાક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તે 1 માર્ચથી શરૂ કરવામાં આવશે. બેસ્ટ ચલો એપ અથવા બેસ્ટ ચલો સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરતા મુસાફરોને બેસ્ટ ઉપક્રમની બસોમાં અગ્રતાથી પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને શરૂઆતના બસસ્ટોપ પર આવા પ્રવાસીઓને સૌ પ્રથમ પ્રવેશની સુવિધા રહેશે. ઓનલાઈન રિચાર્જની સુવિધા સહિત બસમાં કંડકટર તરફથી પણ રિચાર્જની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તેથી, બેસ્ટ ઉપક્રમે વધુમાં વધુ મુસાફરોને આ ડિજિટલ સુવિધાઓનો લાભ લેવા અપીલ કરી છે.