News Continuous Bureau | Mumbai
બે વર્ષે આ વખતે ધૂમધામથી ગણેશોત્સવની(Ganeshotsav) ઉજવણી થવાની છે. અનેક સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં(public Ganeshotsava Mandal) પણ મોટી સંખ્યામાં ભક્તો પોતાના ગણપતિબાપ્પાના દર્શને(Lord Ganesh darshan) કરવા ઉમટી પડે એવી શક્યતા છે. ત્યારે ભક્તોની(devotees) ભીડનો લાભ લેવા માટે પરરાજ્યમાંથી ચોરટાઓની ટોળકીઓએ(Gangs of thieves) હાથ ચાલકારી કરવા મુંબઈમાં ધુસણખોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈમાં ચિંચપોકલીના(Chinchpokli) સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ચિંતામણી ના આગમન સમારોહમાં આ ટોળકીએ હાથચાલાકી કરી છે. ચિંતામણીની આગમન શોભાયાત્રામાં(arrival procession) જોડાયેલા 72 ગણેશ ભક્તોના મોબાઈલ ફોન(Devotees' mobile phones) ચોરાઈ ગયા છે.
લાલબાગના રાજા(Lalbagh Cha Raja), ગણેશ ગલી(Ganesh Gally) અને મુંબઈના અન્ય ગીચ ગણેશ મંડળોને મુંબઈ પોલીસ(Mumbai Police) દ્વારા મળી આવી છે. આ બેઠકમાં બોર્ડના તમામ અધિકારીઓ અને કાર્યકરોને સતર્ક રહેવા જણાવાયું છે. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ- મુંબઈની આ હોસ્પિટલમાંથી પાંચ વર્ષમાં આટલા દર્દી ભાગી છૂટ્યા
મુંબઈ પોલીસે દર્શન માટે આવતા ગણેશ ભક્તોને(Ganesha devotees) સતર્ક રહેવા અને તેમની કિંમતી ચીજવસ્તુઓ અને મોબાઈલ ફોનની સંભાળ રાખવાની અપીલ કરી છે. પોલીસની ટીમો પણ સાદા કપડામાં હશે અને ગુનેગારો, મોબાઈલ ફોન ચોરો અને મહિલાઓની છેડતી કરનારાઓ પર નજર રાખશે.
મુંબઈમાં તહેવાર દરમિયાન ભીડભાડવાળી જગ્યાએ ચોરી કરતી ગેંગ અન્ય રાજ્યમાંથી મુંબઈમાં પ્રવેશ કરતી હોય છે. આ ગેંગ દક્ષિણ મુંબઈમાં લોજમાં રહે છે. ગણેશોત્સવ દરમિયાન આ ટોળકી ભીડમાં ભળી જાય છે અને મહિલાઓના પર્સ, સોનાની ચેઈન, મોબાઈલ ફોન ખેંચીને ભીડમાં ફેલાઈ જાય છે. આ ગેંગ પર પોલીસની નજર રહેશે. આ માટે પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસે મુંબઈની હોટેલ લોજમાં તપાસ શરૂ કરી છે. સાથે જ લાંબા અંતરની ટ્રેનો દ્વારા મુંબઈ આવતા શંકાસ્પદ પર પણ પોલીસ નજર રાખશે. નાકાબંધી, વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે.