ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧
બુધવાર
ભારતીય જનતા યુવા મોરચા અને શિવસેનાના કાર્યકરો વચ્ચે શિવસેના ભવન ખાતે ઝડપ થઈ છે. આમાં BJYMના બે કાર્યકરોને ગંભીર ઈજા પહોંચવાના સમાચાર મળ્યા છે. શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર જમીન કૌભાંડના આરોપો અંગે ‘સામના’માં એક અગ્રલેખ છપાયો હતો અને ભાજપ તરફથી આ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ગુસ્સે ભરાયેલા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ શિવસેના ભવન ખાતે મોરચો ખોલ્યો હતો.
આ પ્રદર્શનમાં ભારતીય જનતા યુવા મોરચા અને શિવસેનાના કાર્યકર્તાઓ ખુલ્લેઆમ મારામારી પર ઊતરી આવ્યા હતા. આ વિશેની માહિતી મળતાંની સાથે જ મુંબઈ પોલીસે BJYMના કાર્યકરોને શિવસેના ભવનથી થોડે દૂર અટકાવી પોલીસની ગાડીમાં પોલીસ સ્ટેશન લઈગઈ હતી. આ દરમિયાન કેટલાક કાર્યકરો શિવસેના ભવન પહોંચ્યા, જ્યાં શિવસેનાના કાર્યકરો પહેલાંથી હાજર હતા અને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા યુવા મોરચાના ૪૦ કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે કેટલાક વીડિયો પણ બહાર આવ્યા છે, જેમાં જોરદાર નારા લગાવવામાં આવી રહ્યા છે. ટ્રાફિક જામ છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ સાથે થયેલી ઝપાઝપીનાં દ્દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે. તમે પણ જુઓ વીડિયો.
ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે શિવસેના ભવનની બહાર રાડો; થઈ છુટ્ટા હાથની મારામારી, જુઓ વિડિયો…#Maharashtra #shivsena #BJP #shivsenabhavan #rammandir #ayodhya pic.twitter.com/s4JCgsCaUg
— news continuous (@NewsContinuous) June 16, 2021