Site icon News Continuous Bureau | Mumbai

ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે શિવસેના ભવનની બહાર રાડો; થઈ છુટ્ટા હાથની મારામારી, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ભારતીય જનતા યુવા મોરચા અને શિવસેનાના કાર્યકરો વચ્ચે શિવસેના ભવન ખાતે ઝડપ થઈ છે. આમાં BJYMના બે કાર્યકરોને ગંભીર ઈજા પહોંચવાના સમાચાર મળ્યા છે. શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર જમીન કૌભાંડના આરોપો અંગે ‘સામના’માં એક અગ્રલેખ છપાયો હતો અને ભાજપ તરફથી આ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ગુસ્સે ભરાયેલા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ શિવસેના ભવન ખાતે મોરચો ખોલ્યો હતો.

આ પ્રદર્શનમાં ભારતીય જનતા યુવા મોરચા અને શિવસેનાના કાર્યકર્તાઓ ખુલ્લેઆમ મારામારી પર ઊતરી આવ્યા હતા. આ વિશેની માહિતી મળતાંની સાથે જ મુંબઈ પોલીસે BJYMના કાર્યકરોને શિવસેના ભવનથી થોડે દૂર અટકાવી પોલીસની ગાડીમાં પોલીસ સ્ટેશન લઈગઈ હતી. આ દરમિયાન કેટલાક કાર્યકરો શિવસેના ભવન પહોંચ્યા, જ્યાં શિવસેનાના કાર્યકરો પહેલાંથી હાજર હતા અને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.

કાંદિવલીની સોસાયટીમાં ભારે હંગામો! નકલી વેક્સિનેશન સામે પોલીસ તપાસ શરૂ અને મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યા આદેશ; જાણો લેટેસ્ટ ડેવલપમેન્ટ

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા યુવા મોરચાના ૪૦ કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે કેટલાક વીડિયો પણ બહાર આવ્યા છે, જેમાં જોરદાર નારા લગાવવામાં આવી રહ્યા છે. ટ્રાફિક જામ છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ સાથે થયેલી ઝપાઝપીનાં દ્દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે. તમે પણ જુઓ વીડિયો.

 

Goregaon Flyover Land Acquisition નાગરિકોને રાહત કે મુશ્કેલી? ગોરેગાંવ ફ્લાઈઓવર કેસમાં હાઈકોર્ટે BMCને જમીન સંપાદન બાબતે આપ્યા સ્પષ્ટ નિર્દેશ
Mumbai Hawkers Action મુંબઈમાં ગેરકાયદેસર ફેરીવાળાઓ સામે સકંજો કડક મેયરના ઘાટકોપર વોર્ડમાં માત્ર છ મહિનામાં 4600થી વધુ લોકો પર દંડ અને બુલડોઝરની કાર્યવાહી
BEST Bus Accident મુંબઈમાં બેકાબૂ ‘બેસ્ટ’ બસ ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ, સાયનપનવેલ હાઈવે પર ભીષણ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત
Mhada Mumbai lottery મ્હાડાની મુંબઈ લોટરી, ૨૬૩૪ સસ્તા ઘર માટે તારીખ જાહેર, જાણો ક્યારે શરૂ થશે અરજી પ્રક્રિયા
Exit mobile version