News Continuous Bureau | Mumbai
Facebook Cyber Fraud India। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો વધુ એક જીવતો જાગતો કિસ્સો ભીવંડીમાંથી સામે આવ્યો છે. અહીં એક ૬૨ વર્ષીય વરિષ્ઠ ઉદ્યોગપતિને ફેસબુક મિત્રતાની જાળમાં ફસાવી, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર જંગી નફાની લાલચ આપીને આશરે ૧૫ લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. ભીવંડી પોલીસે આ મામલે અજ્ઞાત સાયબર ઠગ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Facebook Cyber Fraud India। ફેસબુક મિત્રતા બાદ એક્સપર્ટ બનીને નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, ભીવંડીના એક ૬૨ વર્ષીય સ્થાનિક વેપારીને થોડા સમય પહેલાં ફેસબુક પર એક અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. વેપારીએ તે રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે નિયમિત મેસેજ પર વાતચીત શરૂ થઈ હતી. શાતિર ઠગે પોતાને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ એટલે કે રોકાણના નિષ્ણાત તરીકે ઓળખાવ્યો હતો અને વેપારીને ડિજિટલ કરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ વિશે માહિતી આપીને ઓછા સમયમાં વધુ કમાણી કરવાની લાલચ આપી હતી. ઠગના બહેકાવવામાં આવીને વેપારીએ તેણે મોકલેલી એક શંકાસ્પદ લિંક પર ક્લિક કરીને મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરી હતી.
Facebook Cyber Fraud India।વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નાનું રોકાણ કરાવી નકલી નફો બતાવ્યો
સાયબર ગુનેગારોની મોડસ ઓપરેન્ડી મુજબ, શરૂઆતમાં વેપારીનો વિશ્વાસ જીતવા માટે ઠગે તેની પાસે માત્ર ૧૩,૦૦૦ રૂપિયાનું નાનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરતાની સાથે જ તે નકલી એપ્લિકેશનના ડિજિટલ વોલેટ સ્ક્રીન પર વેપારીને ૨૫,૦૦૦ રૂપિયાનો મોટો નફો બતાવવામાં આવ્યો હતો. આ શરૂઆતી નફો જોઈને વેપારી અંજાઈ ગયો હતો અને તેનો ભરોસો દ્રઢ થયો હતો. એપ પર પૂરો વિશ્વાસ બેસી ગયા બાદ, વેપારીએ વધુ નફાની આશાએ કટકે-કટકે અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૧check લાખનું મોટું રોકાણ કરી નાખ્યું હતું.
Facebook Cyber Fraud India।રકમ પાછી ખેંચવા જતાં ૨૮ લાખનું વધારાનું કમિશન માંગતા હોશ ઊડ્યા
થોડા દિવસો બાદ જ્યારે વેપારીને પૈસાની જરૂર પડી અને તેમણે પોતાની મૂળ રકમ તેમજ નફો બેંક ખાતામાં પાછો ખેંચવા માટે રિક્વેસ્ટ મોકલી, ત્યારે એપ દ્વારા તેની તમામ રિક્વેસ્ટ વારંવાર નામંજૂર થઈ ગઈ હતી. જ્યારે વેપારીએ ફેસબુક ફ્રેન્ડનો સંપર્ક કર્યો, ત્યારે સાયબર ઠગોએ જણાવ્યું કે જો તમારે આ રોકાણ કરેલી રકમ મુક્ત કરાવવી હોય, તો પહેલાં ટેક્સ અને પ્રોસેસિંગ ફી પેટે ૨૮ લાખ રૂપિયાનું વધારાનું કમિશન એડવાન્સ જમા કરાવવું પડશે. આ સાંભળીને વેપારીના હોશ ઊડી ગયા હતા અને કાયદાકીય મદદ લેતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડીની કલમ તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને બેંક ખાતાઓના આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરી છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Water Tanker Strike| મુંબઈમાં જળ સંકટ ઘેરૂં બન્યું પાણીના ટેન્કરોની અચોક્કસ મુદતની હડતાળથી હાઉસિંગ સોસાયટીઓ અને રેલવે મુશ્કેલીમાં