ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈના બાંદરા ટર્મિનસ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર 09004 ને 23 ફેબ્રુઆરી, 2022 થી બોરીવલી સુધી જ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોસર ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ (સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનને બદલે બોરીવલી સ્ટેશન પર ટૂંકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, હવે આ ટ્રેન બોરીવલી ખાતે 07.10 કલાકે સમાપ્ત થશે. આ ફેરફાર 23 ફેબ્રુઆરી, 2022 થી 16 માર્ચ, 2022 સુધી અમલમાં રહેશે.
શિવસેના આદુ ખાઈને નારાયણ રાણે પાછળ પડી છે. હવે જે બંગલામાં રાણે રહે છે તેના પર તવાઈ આવી.. જાણો વિગત
ટ્રેનના સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.