ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
બેસ્ટ બસ વાળા ડ્રાઇવરો પોતાના ડ્રાઇવિંગ સાથે જ સ્ટોપ પર ઊભી ન રાખવી તેમજ સમય પ્રત્યે બેધ્યાન હોય છે. તેવી લોકો તરફથી ફરિયાદ વારંવાર ઉઠતી હોય છે. અને હવે આ પરેશાની નો અંત લાવવા માટે બેસ્ટ પ્રશાસને અનોખું પગલું ભર્યું છે.
બેસ્ટ પ્રશાસનને નવી જીપીએસ આધારિત મોનીટરીંગ સિસ્ટમ લગાડી છે તેના આધારેબસની સ્પીડ પર નિયંત્રણ મૂકી શકાશે અને એના થી અકસ્માત થવાનો ભય પણ ટાળી શકાશે.
બેસ્ટ બસનું કંટ્રોલરૂમ વડાલા સ્થિત છે અને ત્યાંથી નવી ઈન્ટિગ્રેટેડ સિસ્ટમની મદદથી હાઈવે પર મુંબઈ થી નવી મુંબઈ જતી બસો ની સ્પીડ પર ધ્યાન રાખી શકાશે.