News Continuous Bureau | Mumbai
Goregaon Fire : મુંબઈના ગોરેગાંવમાં સવારે 3.00 વાગ્યાની આસપાસ ગોરેગાંવ પશ્ચિમમાં જી રોડ પર આવેલી જય ભવાની બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ભયાનક આગમાં છ લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા હતા. 30 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે અને હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ સમાચાર પણ વાંચો : L&T Finance Holdings Limited: એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડનો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો
આગ લાગવાનું કારણ શું છે તેની તપાસ ચાલુ છે.
Goregaon Fire : એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ આગમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની કેટલીક દુકાનો અને આગળ પાર્ક કરેલી કાર બળીને ખાખ થઈ ગઈ છે. શહેરીજનો સુતા હોવાથી બહાર નીકળવામાં વિલંબ થયો હતો. તેથી સંખ્યા વધી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હાજર રહેલા નાગરિકોએ આપેલી માહિતી મુજબ મધરાત્રે ત્રણ વાગ્યે જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટના અવાજથી લોકો જાગી ગયા.
આ કારણે આગ ઝડપથી ફેલાઈ. જુઓ વિડીયો
પાર્કિંગમાં જંક શોપ અને જૂના કપડા રાખવામાં આવ્યા છે. આ આગનું કારણ હોવાનું અનુમાન છે.
મુંબઈના ગોરેગાંવમાં એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ ફાટી નીકળી, છ લોકોના મોત થયા.#mumbai #fire #goregaon #bmc #watch pic.twitter.com/pGUolvN89U
— news continuous (@NewsContinuous) October 6, 2023