157
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો,
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારી અને મુંબઈ ઉપનગર ના પાલક મંત્રી આદિત્ય ઠાકરે વચ્ચે થયેલી બેઠક બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા મુંબઈ શહેરમાં કાર્યરત બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ, દહીસર અને મુલુંડના જમ્બો કોવિડ સેન્ટર તેમજ વેક્સિનેશન સેન્ટરને આગામી દસ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મહાનગર પાલિકાએ એક વાત સ્પષ્ટ કરી છે કે વાવાઝોડાને કારણે એકેય સેન્ટરને તકલીફ પહોંચી નથી. પરંતુ ચોમાસા પહેલાં અમુક મહત્વના કામો કરવા બહુ જરૂરી છે. આથી રીપેરીંગ કામ માટે આ તમામ સેન્ટર ને દસ દિવસ બંધ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં રહેલા તમામ લોકોને પહેલા જ આજુબાજુની હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા. હવે આગળ નો ઈલાજ આગામી દસ દિવસ સુધી તેમનો જે તે હૉસ્પિટલમાં ચાલશે.
You Might Be Interested In