News Continuous Bureau | Mumbai
Payment Gateway Hack: મહારાષ્ટ્રના(Maharashtra) થાણેમાં(Thane) એક ગેંગે પેમેન્ટ ગેટવે સેવાઓ પૂરી પાડતી કંપનીનું એકાઉન્ટ હેક(hack) કર્યું અને વિવિધ બેંકોના જુદા જુદા ખાતામાંથી રૂ. 16,180 કરોડ ઉપાડી લીધા છે.
વાસ્તવમાં, શરૂઆતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે કંપનીનું પેમેન્ટ ગેટવે એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તેમાંથી 25 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો તે 16 હજાર કરોડથી વધુની છેતરપિંડીનો મામલો બહાર આવ્યો છે.
પોલીસનું માનવું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ક્રાઈમ(cyber crime) હોઈ શકે છે. પોલીસ તપાસ ટીમે આરોપીઓ પાસેથી ઘણા નકલી દસ્તાવેજો પણ રિકવર કર્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ છેતરપિંડી(fraud) લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્રના થાણે શહેરના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war: ઈજિપ્ત સુધી પહોંચી ઇઝરાયેલ-હમાસ યુદ્ધની આગ? ઇજિપ્તના પોલીસકર્મીએ ઇઝરાયલી પ્રવાસીઓને મારી ગોળી, આટલા લોકોની મોત..જાણો કેમ થયું ગોળીબાર..
વિવિધ કલમોની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
પોલીસે આ મામલે તપાસ કરી તો મોટી છેતરપિંડી સામે આવી હતી. આ પછી, શુક્રવારે થાણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ફરિયાદના આધારે, સંજય સિંહ, અમોલ અંડલે, અમન, કેદાન, સમીર દિઘે, જિતેન્દ્ર પાંડે અને અજાણ્યા લોકો સામે નૌપાડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, બનાવટી, ફોજદારી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. એફઆઈઆર મુજબ, આરોપી જીતેન્દ્ર પાંડેએ 8 થી 10 વર્ષ સુધી બેંકોમાં રિલેશનશીપ અને સેલ્સ મેનેજર તરીકે કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે તે સમગ્ર મામલામાં માસ્ટર માઈન્ડ છે કારણ કે તેની પાસે બેંકોના નાણાકીય વ્યવહારોની સારી તકનીકી જાણકારી છે.
અધિકારીએ કહ્યું કે પોલીસને આશંકા છે કે આ કેસમાં ઘણા મોટા લોકો સામેલ હોઈ શકે છે અને આ ટોળકીએ ભારતભરમાં ઘણી કંપનીઓ અને લોકોને નિશાન બનાવ્યા હોઈ શકે છે. અધિકારીએ કહ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.