Site icon

OBC આરક્ષણ મામલે ભાજપ ફરી આક્રમક; મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વ હેઠળ આજે મુંબઈમાં આંદોલન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ (OBC)ને ચૂંટણીમાં આરક્ષણ આપવાનો મામલો ફરી ગરમાયો છે. આજે મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વ હેઠળ ફરી આંદોલન કર્યું હતું. પાલિકા અને ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગને ૨૭% આરક્ષણ આપવાના મામલે ભાજપે આજે દાદરમાં આંદોલન કર્યું હતું.

આ અંગે મંગલ પ્રભાત લોઢાએ મીડિયાને જણાવ્યું હતું કે ઓબીસી સમાજના લોકોને ન્યાય અપાવવા માટેના આંદોલનનો ફેઝ-૨ આજે શરૂ થયો છે. હવે જ્યાં સુધી OBC સમાજને આરક્ષણ નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.તેમણે ઉમેર્યું હતું કે આ આંદોલનને સફળતા મળી છે અને મહારાષ્ટ્રમાં સ્થાનિક પ્રશાસનની ચૂંટણીઓ લંબાવવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે NCPના સર્વેસર્વા શરદ પવાર ચિંતિત, આગામી દિવસોમાં મુલાકાત કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે વિધાનસભાના ચોમાસું સત્રમાં પણ આ મામલે મોટો હોબાળો થયો હતો. OBC આરક્ષણ મામલે જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે ભાજપના ધારાસભ્યો આક્રમક થયા હતા અને તેમના દુર્વ્યવહાર બદલ ભાજપના ૧૨ ધારાસભ્યોને એક વર્ષ માટે નિલંબિત પણ કરવામાં આવ્યા હતા.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version