Site icon

હવેથી હિંદુઓ ઉપર હુમલાઓ સહન કરવામાં આવશે નહીઃ ભાજપની મહારાષ્ટ્ર સરકારને ચીમકી, બાંદરામાં ભાજપનું આંદોલન; જુઓ તસવીરો અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર.

ત્રિપુરામાં થયેલા હિંસાચારના વિરોધમાં મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ, માલેગાવ સહિત રાજયના અનેક જિલ્લામાં તોફાન ફાટી નીકળ્યા હતા. એ દરિમયાન અનેક હિંદુઓ પર પોલીસ પર હુમલા થયા હતા. આ હિંસાખોરીના વિરુદ્ધમાં ભાજપે આજે મુંબઈમાં બાંદરા કલેકટરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

Join Our WhatsApp Community

ભાજપના કાર્યકર્તા અને અગ્રણી નેતાઓએ આજે બાંદરામાં કલેકટરની ઓફિસર બહાર 12.30 વાગ્યાની આસપાસ ધરણા કર્યા હતા. ભાજપના નેતા અને કાંદીવલીના વિધાનસભ્ય અતુલ ભાતખલકર વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાને કહ્યું હતું કે સત્તાની લાલચમાં મુખ્ય મંત્રી અને શિવસેનાએ હિંદુઓનો સાથ છોડયો તો ભાજપ હિંદુઓની સાથે હિંમતપૂર્વક ઊભો રહેશે. હિંદુઓ પર કાયરતાપૂર્વક કરવામાં આવનારા હુમલાઓ સહન કરવામાં આવશે નહીં.

ત્રિપુરામાં ધાર્મિક સ્થળની તોડફોડની અફવા બાદ થયેલી હિંસાખોરીના પડઘા મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યા હતા. રાજયમાં નાંદેડ, અમરાવતી, માલેગાવમાં હિંસક ધાર્મિક તોફાન થયા હતા. પોલીસો અને હિંદુઓ પર હુમલા થયા હતા. ત્યારે ઠાકરે સરકારે સ્વરક્ષણ માટે રસ્તા પર ઉતરેલા સામાન્ય હિંદુઓ સામે ખોટો ગુનો દાખલ કરીને તેમને ત્રાસ આપે છે.  મુખ્યમંત્રી અને શિવસેનાએ સત્તાની લાલચ પેઠે હિંદુઓનો સાથ છોડયો તો પણ ભાજપ હિંદુઓ સાથે જ રહેશે. હિંદુઓનો સાથ ભાજપ કોઈ દિવસ છોડશે નહીં.

ચોંકાવનારા સમાચાર : લોહીની અછત વચ્ચે લોહીને વેડફવામાં મહારાષ્ટ્ર રાજ્ય અવ્વલ. આટલા હજાર યુનિટ લોહી ગટરમાં ગયું.

કાયમ જ મહારાષ્ટ્રમાં આ પ્રકારના ધાર્મિક દંગલો ઘડવામાં આવતા હોય છે. 12 નવનેમ્બરના થયેલા દંગલોમાં પણ રઝા અકેદમીનો હાથ હતો. રઝા અકેદમી પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. હિંસક કાવતરુ રચનારાઓના સૂત્રધારને પકડીને તેમના સમર્થકોની ધરપકડ થવી જોઈએ. હિંદુઓ સામે દાખલ કરવામાં આવેલા ગુના પાછા ખેંચવા જોઈએ એવી માગણી સાથેનું આવેદન પત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું. આ સમયે મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા, ભાજપના નેતા આશિષ શેલાર, સાંસદ ગોપાલ શેટ્ટી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

Mumbai Cyber Fraud:મુંબઈ પોલીસનો સપાટો: પેટ્રોલ પંપ દ્વારા સાયબર ફ્રોડના પૈસા ‘વ્હાઈટ’ કરવાનું કૌભાંડ ઝડપાયું, હાઈટેક રેકેટનો પર્દાફાશ
Mumbai Jeweller Fraud Case:મુંબઈના ઝવેરી સાથે ₹1.47 કરોડની ઠગાઈ: વિશ્વાસુ એજન્ટે સોના-હીરાના ઘરેણાં પચાવી પાડ્યા, બેંગલુરુના શખ્સ સામે ગુનો દાખલ
Fire At Sion Hospital:મુંબઈની સાયન હોસ્પિટલમાં એસી (AC) બ્લાસ્ટ બાદ ભીષણ આગ, દર્દીઓમાં મચી દોડધામ; સદનસીબે મોટી જાનહાનિ ટળી
Mumbai Fake Police:મુંબઈમાં નકલી પોલીસનો આતંક: આરે કોલોનીમાં મહિલાને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ₹2 લાખ પડાવ્યા, 2 મહિલા સહિત 6 જેલભેગા
Exit mobile version