ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
બાંદરા (વેસ્ટ)માં કરોડો રૂપિયાની કિંમતના પ્લૉટનું રિઝર્વેશન બદલીને એ પ્લૉટ બિલ્ડરને આપી દેવામાં આવ્યો હોવાનો આરોપ ભાજપના નેતા આશિષ શેલારે કર્યો છે. આ પ્લૉટ લગભગ 1 લાખ 25 હજાર ચોરસફૂટનો છે અને એની માર્કેટ પ્રાઇસ એક હજાર કરોડ રૂપિયાની આસપાસ હોવાનો અંદાજો છે.
પાલિકાની સત્તાધારી પાર્ટી મુંબઈના ઓપન પ્લૉટના રિઝર્વેશન બદલીને એ પ્લૉટ બિલ્ડરને સોંપી રહી છે. બાંદરામાં આવા જ 22 પ્લૉટના રિઝર્વેશન બદલી નાખવામાં આવ્યા છે એવો આરોપ ભાજપના નેતા આશિષ શેલારે કર્યો છે.
શૉકિંગ! મુંબઈની આ મોટી હૉસ્પિટલમાં ગૅસ લીકેજ, કોવિડના દર્દીઓમાં ગભરાટ; જાણો વિગત
પાલિકાની સત્તાધારી પાર્ટી સામે આરોપ કરતાં આશિષ શેલારે કહ્યું હતું કે મુંબઈના 2034 સુધીના ડેવલપમેન્ટ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો હતો. એના ડ્રાફ્ટ માટે નીમવામાં આવેલી પ્લાનિંગ કમિટીએ અનેક રિઝર્વેશન બદલી નાખ્યા છે. એને કારણે મુંબઈના અનેક ઓપન પ્લૉટ બિલ્ડરને મળ્યા છે. એમાં બાંદરા (વેસ્ટ)માં કાર્ટર રોડ નજીક શેર્લી રાજન રોડ પર આવેલી હાઈફાઈ સોસાયટીના પરિસરમાં રહેલા બાઈ અવાબાઈ પેટીટ ટ્રસ્ટના ઓપન 22 પ્લૉટનું આરક્ષણ બદલી નાખવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્લૉટ પર મેદાન, સ્કૂલ, પાલિકાની બજાર, વૃદ્ધાશ્રમ, ડીપી રોડ જેવાં રિઝર્વેશન હતાં, એને રદ કરી નાખવામાં આવ્યાં છે. આ પ્લૉટની કિંમત લગભગ એક હજાર કરોડ રૂપિયા છે.