News Continuous Bureau | Mumbai
Piyush Goyal: ઉત્તર મુંબઈ ખાતે વાગડ સમાજના સેંકડો ઘર છે. આજે ઉત્તર મુંબઈ લોકસભા ચૂંટણીના ( Lok Sabha Elections ) ઉચ્ચ શિક્ષિત ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલને વાગડ સમાજે ( Vagad Samaj ) ટેકો જાહેર કર્યો. અત્યંત પરિશ્રમી અને મિલનસાર સ્વભાવ ધરાવતા વાગડ સમાજના સરળ સ્વભાવ અને ખંતિલી કોણ તરીકે છાપ સર્વવિદિત છે.
આવી મહેનતકશ કોમ સાથે પીયૂષ ગોયલ ઘણી આત્મીયતા પૂર્ણ વાતો કરી.
શ્રી જયેશ જાની અને શ્રીમતી દિવ્યાબેનનું શાલ શ્રીફળ ઓઢાડી પીયૂષ ગોયલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ દંપતીના સુપુત્ર મિલિન્દ જયેશ જાનીએ સ્પેસ શટલ બનાવ્યું છે તે વિષય માત્ર ઉત્તર મુંબઈ નહિ, મહારાષ્ટ્ર જ નહિ પણ આખા દેશ માટે ગર્વની બાબત છે તેમ કહી પીયૂષ ગોયલએ આ પરિવારને બિરદાવ્યો હતો.
કાર્યક્રમના આયોજક વાગડ સમાજના પ્રમુખ શ્રી નાગજી ભાઈ રીટાએ પ્રાસ્તાવિક ભાષણ કરી સંપૂર્ણ સમાજનો ટેકો ભાજપ ( BJP ) મહાયુતી ઉમેદવાર ( Lok Sabha Candidate ) કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલને જાહેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gold Rate: સોનાના ભાવમાં રેકોર્ડ ઘટાડો, તમારે હાલ ખરીદવું જોઈએ કે નહીં..જાણો 10 ગ્રામ સોનાની આજની કિંમત…
આ અવસરે સાંસદ ગોપાલ શેટ્ટી, સ્થાનિક ધારાસભ્ય મનીષા ચૌધરી અને માજી નગરસેવક જગદીશ ઓઝાના ભાષણો થયાં હતા. જયંતિભાઈ સાવલા, મુકેશ ગાલા, ડૉ.જીતેન્દ્ર શાહ,વિજય ભાઈ સાવલા અને શાંતિલાલ ગડા સહિત સર્વેએ પારંપરિક રંગીન પાઘડી પહેરાવી પીયૂષ ગોયલને સન્માનિત કર્યા હતા.
“વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના
વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા અને દેશને વિશ્વની ત્રીજા ક્રમાંકની અર્થવ્યવસ્થા બનાવવા આપ સહુ વેપારી વર્ગ અને પરિશ્રમી પ્રજાનો મને સાથ મળી રહ્યો છે તે માટે હું આપ સહુને ધન્યવાદ કરું છું આપ સહુની દેશભક્તિ ને વંદન” આ શબ્દો સાથે પીયૂષ ગોયલે વાગડ સમાજનો આભાર માન્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.