News Continuous Bureau | Mumbai
Mahavir Jayanti: મહાવીર જયંતી પવિત્ર દિવસ ગણાય છે. તેમજ આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આજે ભાજપ ( BJP ) મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ ( Piyush Goyal ) ઉત્તર મુંબઈ ખાતે વિવિધ સ્થળે આયોજિત જૈન ઉપાશ્રય અને શોભાયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. કાંદિવલી પશ્ચિમ ઈરાની વાડી વિસ્તારમાં આવેલા વિરાયતન મેદાન, મલાડ પશ્વિમ જૈન ધર્મના ( Jainism ) સેંકડો ભાવિકો સાથે શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં, તેમજ બોરીવલી પશ્ચિમ ખાતેના દવે નગર ઉપાશ્રયમાં આચાર્ય ભગવંત શ્રી પ.પુ.આચાર્ય શ્રી મહાબોધી સુરીશવરજી તથા પ. પુ.આચાર્ય શ્રી ધરમ યશસુરીશવરજી ના આશીર્વાદ લીધા હતા.

BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.
આ સમાચાર પણ વાંચો : Mhada Lottery: મુંબઈવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! મ્હાડા સપ્ટેમ્બરમાં 2,000 મકાનો માટે લોટરી કાઢવાની તૈયારીમાં, મકાનોને બનાવાશે આધુનિક..
આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) પણ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

BJP and Mahayutti candidate Union Minister Piyush Goyal offered prayers on the occasion of Mahavir Jayanti.
આચાર્ય ભગવંત શ્રી એ વિકસિત ભારતની સંકલ્પના સાકાર થાય તેવા આશીર્વાદ પીયૂષ ગોયલ ને આપ્યાં હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.