Site icon

મહારાષ્ટ્ર દિને ભાજપનો મહાવિકાસ આઘાડી સરકારને ડોઝઃ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપવા મુંબઈમાં ભાજપની બુસ્ટર ડોઝ સભા, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સભાને સંબોધશે. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

 પહેલી મેના મહારાષ્ટ્ર દિનની(Maharashtra Day) ઉજવણી નિમિત્તે ભાજપે(BJP) મુંબઈમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે "બૂસ્ટર ડોઝ" સભાનું આયોજન કર્યું છે, જેમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ, વિવિધ રંગો, સુજલામ સુફલામ નું પ્રદર્શન કરવામાં આવશે. પરંતુ આ સભાનું મુખ્ય આકર્ષણ રાજ્યના વિરોધ પક્ષ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) મુખ્ય ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સહિત મહાવિકાસ આઘાડી સરકારને(Mahavikas aghadi sarkar) કયાં મુદ્દા પર ઘેરે છે તે જોવાનું રહેશે.

Join Our WhatsApp Community

કોરોના મહામારી બાદ ભાજપ પહેલી વખત મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસની ભવ્ય શૈલીમાં ઉજવણી કરવાનું છે. પહેલી મેના રોજ સાંજે પાંચ વાગે મુંબઈના સોમૈયા મેદાનમાં રંગારંગ કાર્યક્રમ યોજાવાનો છે. આ પ્રસંગે મહારાષ્ટ્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન જ વિપક્ષના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ "બૂસ્ટર ડોઝ" સભાનું આયોજન કરવાના હોવાની માહિતી ધારાસભ્ય અને આશિષ શેલારે(Ashish Shelar) આપતા કહ્યું હતું કે  દેવેન્દ્ર ફડણવીસનું આકરુ ભાષણ ભાજપના કાર્યકરો માટે "બૂસ્ટર ડોઝ" અને મહા વિકાસ આઘાડી માટે "ડોઝ" હશે.

આ સમાચાર પણ વાંચો :   વાહ!! મુંબઈને મળ્યો રેલવે લાઈન નીચેથી પસાર થતો સૌથી પહેલો ફુટ અન્ડરબ્રિજ,જાણો વિગતે.જુઓ વિડિયો

 છેલ્લા કેટલાક દિવસોથી અમુક લોકો ભાજપની ‘પોલખોલ’ રેલીઓ પર પથ્થરમારો કરી રહ્યા છે. તેમ જ મુંબઈ સહિત રાજ્યના અનેક વિષય પર સત્તાધારી પક્ષને ડોઝ આપવાનું કામ દેવેન્દ્ર ફડણવીસ આ સભામા કરવાના હોવાનું માનવામાં આવે છે.

આ દરમિયાન આશિષ શેલારે ક્હ્યું હતું કે એક કાર્યક્રમમાં તલવાર બતાવવા બદલ મોહિત ભારતીય સામે કેસ દાખલ કરવામાં આવી રહ્યો હોય તો  તો મહારાષ્ટ્રમાં જે રીતે તલવારનો સ્ટોક જોવા મળ્યો તેને જોતા રાજ્યના ગૃહમંત્રી સામે કેસ દાખલ કરવો જોઈએ? એવો સવાલ મહારાષ્ટ્રની જનતા  પૂછી રહી છે. રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે ત્યારે શું આ ધ્યાન ખેંચવાનું અને રમખાણો કરાવવાનું કાવતરું નથી? એવી આશંકા પણ ધારાસભ્ય આશિષ શેલારે વ્યક્ત કરી હતી.

 

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version