News Continuous Bureau | Mumbai
શિવસેનાના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે શુક્રવારે મુંબઈને લઈને મોટો દાવો કર્યો છે.
સાથે તેમણે ભાજપ પર મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું ષડ્યંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે આ અંગે ગૃહ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે.
આ હેતુ માટે મીટિંગો યોજાઈ રહી છે અને નાણાં એકત્ર કરવામાં આવી રહ્યા છે.
તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં ભાજપ પર એવો પણ આરોપ મૂક્યો હતો કે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને પાર્ટીના નેતાઓ તેમ જ અમુક બિલ્ડરો અને વેપારીઓનું જૂથ પણ આ ષડ્યંત્રનો ભાગ છે.
આ પ્રવૃત્તિ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે અને હું આ વાત પૂરી જવાબદારી સાથે કહું છું. મારી પાસે એ સાબિત કરવા માટે પુરાવો પણ છે.

Leave a Reply