ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17નવેમ્બર 2021.
બુધવાર.
છેલ્લા એક દાયકામાં બેસ્ટના ડેપો અને બસ સ્ટેશનો પર જુદા જુદા રીડેવલપમેન્ટના પ્રોજેકટ પાર પાડવામા આવ્યા છે. દાયકા બાદ પણ આ પ્રોજેક્ટને લગતા લગભગ 320 કરોડ રૂપિયા હજી સુધી બેસ્ટ ઉપક્રમને મળ્યા નથી. આ પૂરા પ્રકરણની તપાસ ઈકોનોમિક ઓફેન્સ વીગ પાસે કરવાની માગણી ભાજપના નગરસેવક અને બેસ્ટ સમિતિના સભ્ય પ્રકાશ ગંગાધરેએ કરી છે.મુંબઈ મહાનગરપાલિકાના અખત્યાર હેઠળ આવતી બેસ્ટ વર્ષોથી ખોટ ખાઈને ચાલી રહી છે. બેસ્ટ માટે એક એક પૈસો મહત્વનો છે. ત્યારે બેસ્ટની જગ્યાનો ઉપયોગ કર્યા બાદ પણ આટલી રકમ વસૂલ કેમ કરવામાં આવી નથી એવો સવાલ પણ પ્રકાશ ગંગાધરેએ કર્યો છે. બેસ્ટ અધિકારી અને ડેવલપરોની મિલીજૂલીને કારણે બેસ્ટને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેથી આ પૂરા પ્રકરણની તપાસ ઈકોનોમિક્સ ઓફેન્સ વીંગ પાસે કરાવવાની માગણી તેમણે બેસ્ટના 2021-22ના વર્ષના બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કરી હતી.