News Continuous Bureau | Mumbai
મુંબઈ 75 ટકા નાળાસફાઈ(Sewer cleaning) થઈ હોવાનો દાવો મુંબઈ ઉપનગરના(Mumbai suburbs) પાલક પ્રધાન અને પર્યાવરણ પ્રધાન(Minister of Environment) આદિત્ય ઠાકરેએ(Aditya Thackeray) કર્યો છે. એ સાથે જ તેમણે મુંબઈમાં અતિવૃષ્ટિ થઈ તો મુંબઈને પાણીમાં ડૂબતા કોઈ નહીં બચાવી શકે એવી કબૂલાત કરી છે. તેમની આ કબૂલાત સામે ભાજપે આદિત્ય ઠાકરેને મુંબઈગરાની માફી માંગવાની માંગણી કરી છે.
મુંબઈના ભાજપના(BJP) નેતાઓએ ગુરુવારે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં નાળાસફાઈની મુલાકાત લીધી હતી. એ દરમિયાન મુંબઈના મોટાભાગના નાળા હજી સાફ થયા ન હોવાનું જણાયું હતું. મુંબઈ ભાજપના નેતા અને વિધાનસભ્ય(MLA) આશિષ શેલારે(Ashish Shelar) કહ્યું હતું કે આદિત્ય ઠાકરે મુંબઈમાં ૭૫ ટકા નાળાસફાઈનો દાવો કરે છે તે સાવ ખોટો છે. મુંબઈમાં 75 નહીં પણ માત્ર ૩૫ ટકા નાળાસફાઈ છે. અગાઉ પણ ભાજપે મુંબઈમા નાળાસફાઈ બરોબર કરવામાં આવતી ન હોવાની અને માત્ર કોન્ટેક્ટરોના ખિસ્સા ભરવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી. છતાં પાલિકા પ્રશાસન(BMC) ગંભીર નથી.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! ચોમાસામાં આ વર્ષે પણ મુંબઈ પાણીમાં ડુબશે, સરકારે હાથ ઉપર કરી દીધા…જાણો વિગતે
આશિષ શેલારે કહ્યું હતું કે ચોમાસું(Monsoon) નજીક છે અને નાળાસફાઈના ઠેકાણા નથી. તેથી ચોમાસામાં જો મુંબઈમાં પાણી ભરાયા તો તે માટે માત્રને માત્ર શિવસેના(Sihvsena), મંત્રી આદિત્ય ઠાકરે અને કોંગ્રેસના(Congress) નેતા નાના પટોળે(Nana patole) જવાબદાર હશે. આ લોકો ૨૫ વર્ષ પાલિકામાં સત્તા ભોગવ્યા બાદ પણ મુંબઈગરાને ચોમાસામાં સુરક્ષિતાની ખાતરી આપી શકતા ન હોય તો પાલક પ્રધાન તરીકે આદિત્ય ઠાકરેએ મુંબઈગરાની માફી માંગવી જોઈએ.