News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદેને(Eknath Shinde) હાથો બનાવી શિવસેનામાં(Shiv Sena) ભંગાણ પાડનારી ભાજપને(BJP) મુંબઈમાં મોટો ઝટકો લાગ્યો છે. 30 વર્ષ સુધી ભાજપના નગરસેવક(BJP Corporator) અને ઉપમહાપોર રહેલા રામ બારોટનો(Ram Barot) દીકરો નિરવ બારોટ શિવસેનામાં જોડાઈ ગયો છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કર્યા બાદ પાર્ટીના 40 ધારાસભ્યો, 12 સાંસદો અને પદાધિકારીઓ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) છોડીને શિંદેના જૂથમાં જોડાઈ ગયા હતા, જેના કારણે શિવસેનાને મોટો ફટકો પડ્યો છે. તેમાં ભાજપ પણ શિવસેનાને એક પછી એક ઝટકો આપી રહી છે. તેને કારણે શિવસેના માટે આગામી મુંબઈ નગરપાલિકાની ચૂંટણીમાં (Mumbai Municipal Elections) સત્તા જાળવી રાખવાનો મોટો પડકાર બની ગયો છે.
એ પૃષ્ઠભૂમિમાં ભાજપના સ્વર્ગીય નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર (Former Deputy Mayor) ડો.રામ બારોટના(Dr. Ram Barot) પુત્ર નીરવ બારોટે ઉદ્ધવ ઠાકરેના હાથે શિવબંધન બાંધી લીધુ છે. તેઓ સત્તાવાર રીતે મંગળવારે શિવસેનામાં જોડાઈ ગયા છે. ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : ખબરદાર- વિસર્જન દરમિયાન માતાજીની મૂર્તિનો ફોટો લીધો છે તો- મુંબઈ પોલીસે આપી આ ચેતવણી
ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર ડો. રામ બારોટ છેલ્લા 30 વર્ષથી ભાજપના કોર્પોરેટર હતા. તેમનો પુત્ર નીરવ બારોટ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયો હતો. એ પ્રસંગે શિવસેનાના સચિવ મિલિંદ નાર્વેકર, વિનોદ ઘોસાલકર ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનામાંથી શિંદે જૂથમાં કોણ જોડાશે તેની સ્પર્ધા ચાલી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં બારોટનો શિવસેનામાં પ્રવેશ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અગાઉ શિવસેનાના પદાધિકારીઓ શિંદે જૂથ કે ભાજપમાં જતા હતા. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના એક મહત્વના નેતાના પુત્રએ શિવબંધન બાંધતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.