ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
કોરોના કાળ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ લખલૂટ ખર્ચ કર્યા. પેન્ડેમિક એક્ટ હોવાને કારણે અનેક ખરીદી તેમજ ખર્ચ મન મુજબ થયા છે તેવો આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાડ્યો છે. મુંબઈ મહાનગર પાલિકા એ કોરોના કાળ દર્મ્યાન ૨૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. હવે ખર્ચ કર્યા તે સંદર્ભે સરકારી ગાઇડ લાઇન નું પાલન નથી કરવામાં આવ્યું તેવી બૂમરાણ ઊઠી છે.
ભારતીય જનતા પાર્ટી તરફથી ધારાસભ્ય મિહિર કોટેચા અને કોર્પોરેટર વિનોદ મિશ્રા એ મહાનગરપાલિકાએ કરેલા ખર્ચની તપાસ કરવામાં આવે.
આ ઉપરાંત એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે શિવસેનાના નેતા યશવંત જાદવ ના મતદાન ક્ષેત્ર એટલે કે ભાયખલ્લા માં વધુ પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે વિસ્તારમાં શિવસેનાના નેતાઓએ ચૂંટાઈને આવ્યા છે ત્યાં વધુ ખર્ચ થયો છે જ્યારે કે જ્યાં અન્ય પાર્ટીના નેતાઓ ચૂંટાઈને આવ્યા છે ત્યાં ઓછો ખર્ચ થયો છે તેવા આરોપો સુદ્ધા લગાડવામાં આવ્યા છે.
હવે મામલો સ્ક્રુટીની હેઠળ પહોંચી ગયો છે.
તપાસ પછી ખબર પડશે કે દાળમાં કાળું છે કે નહીં.