ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
કોરોનાની બીજી લહેર પિક ટાઇમમાં હતી ત્યારે દેશનાં અનેક રાજ્યમાં ઑક્સિજનની અછત સર્જાવાથી અનેક દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. એથી મુંબઈ મહાનગરપાલિકાએ ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવાની છે. જોકે ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવાના આ પ્રોજેક્ટમાં ટેન્ડર બહાર ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા કરી છે. આ સંદર્ભમાં કિરીટ સોમૈયાએ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પાલિકા અને બીડર સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતાએ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આચરવામાં ગેરરીતિના પ્રકરણની તપાસ કરવાની અને સંબંધિત લોકો સામે પગલાં લેવાની માગણી પણ કરી હતી. નેતાના આરોપ મુજબ 3 બીડર દ્વારા ખોટા દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા છે. સોમૈયાના આરોપ મુજબ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં લગભગ 84 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.