ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડ અધિકારીએ કોરાનાની ટેસ્ટિંગનો કોન્ટ્રેક્ટ પોતાના પરિવારને જ આપ્યો હોવાનો ચોંકાવનારો આરોપ ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કર્યો છે.
કોરોના મહામારીનો સમય શિવસેના અને મહાનગરપાલિકા માટે કમાવવાનો સમય બની રહ્યો હોવાની ટીકા પણ કિરીટ સોમૈયાએ કરી છે.
મુંબઈ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મનીષ વળંજુએ પોતાના પિતા અને પોતાના મિત્રના નામે રહેલી કંપનીને 100 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપ્યો હોવાનો આરોપ સોમૈયાએ કર્યો છે. મનીષ વળંજુએ એલ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર હતા, હાલ તેઓ ઈ વોર્ડ ભાયખલાના આસિસ્ટન્ટ કમિશનર છે.
મનીષ વળુંજના 70 વર્ષના પિતા રાધાકૃષ્ણ વળુંજે 21 ઓગસ્ટ 2020ના હેલ્થ ડાયગ્નોન્સીટક પ્રાઈવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી હતી. પાલિકાએ થોડા દિવસમાં જ આ કંપનીને 30 કરોડથી વધુ રકમના ટેન્ડર આપ્યા હતા. જેમાં આરટીપીસીઆર, કોવિડ ટેસ્ટિંગ વગેરેના કામ આપવામાં આપ્યા હતા.
લો બોલો! વિમાનમાં સામાન ચઢાવતા હમાલની આંખ લાગી ગઈઃ આંખ ખુલી તો પહોંચી ગયો હતો આ દેશમાં; જાણો વિગત
રાધકૃષ્ણ વળુંજને આ વ્યવસાયનો કોઈ અનુભવ નથી. મેડિકલ એક્સપર્ટ પણ નથી. કંપની ચલાવવાનો તેમને કોઈ અનુભવ નથી. છતાં તેમની કંપનીએ આ કામ આપવામા આવ્યું હોવાનો કિરીટ સોમૈયાએ આરોપ કર્યો છે.
પાલિકાએ આ પદ્ધતિએ આરટીપીસીઆર, એન્ટિજન ટેસ્ટના કામ પાલિકાના અધિકારી અને સત્તાધારી રાજકીય નેતાઓના મિત્ર પરિવારની કંપનીઓને આપવાનું ચાલુ કર્યુ હોવાનો આરોપ પણ સોમૈયાએ કર્યો છે.