News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(maharashtra) બીજેપી(BJP) નેતા મોહિત કંબોજ(Mohit kamboj) પર કલાનગર જંકશન પાસે શુક્રવારે મોડી રાત્રે હુમલો થયો છે.
ભાજપના નેતા મોહિત કંબોજે શિવસેનાના(Shivsena) કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે હું લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બાંદ્રા(Bandra) કલા નગર સિગ્નલ(Kala nagar Signal) પાસે અચાનક મારી કાર પર હુમલો થયો.
મારી કારની સામે શિવસેનાના 100 થી 200 લોકો આવ્યા, જે પછી હું સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે.
ભાજપના નેતા મોહિત કંબોજે આ અંગે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં(police station) લેખિત ફરિયાદ આપી છે.
ઉલ્લેખનીય છે કે મોહિત કંબોજે હાલમાં જ મંદિરો અને ટ્રસ્ટોને મફતમાં લાઉડસ્પીકરનું(Loudspeakers) વિતરણ કર્યું હતું અને તેમને હનુમાન ચાલીસા(Hanuman chalisa) વગાડવાનો આગ્રહ કર્યો હતો.