News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં મલાડના વોર્ડ નંબર 35ના ભારતીય જનતા પાર્ટી(BJP)ના ભૂતપૂર્વ નગરસેવિકા(corporator) સેજલ પ્રશાંત દેસાઈ(Sejal Prashant Desai)ના પંચવર્ષીય કામનો અહેવાલ પ્રકાશન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી પૂરાવીને તેમના કામને વધાવી લીધું હતું.
મલાડ(વેસ્ટ)માં આવેલી લો કોલેજ(Law College) હોલમાં શનિવાર 9 જુલાઈના પંચવર્ષીય કામના અહેવાલના પ્રકાશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ રૂપે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty)એ હાજરી પુરાવી હતી અને તેમના હસ્તે સેજલ દેસાઈના અહેવાલનું પ્રકાશન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન એસસીસી બોર્ડ(SSC Board student)માં સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો આ અવસરે સિનિયર સિટઝન(senior citizen)નોને છત્રી અને ટ્રોફી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ સાગર(MLA Yogesh Sagar) મુંબઈના ભાજપ સેક્રેટરી યુનુસ ખાન(BJP secretary Yunus Khan), વિનોદ શેલાર, જિલ્લાઅધ્યક્ષ ગણેશ ખણકર, મલાડ મંડળના અધ્યક્ષ સુનીલ કોલી અને તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા.
આ સમાચાર પણ વાંચો : કમાલ કહેવાય-મુંબઈના ભાજપના આ ધારાસભ્યના ઘરની બહાર મળી સોના-ચાંદી અને પૈસા ભરેલી બેગ-પોલીસ પણ આશ્ચર્યચકિત
આ અવસરે સાંસદ ગોપાલ શેટ્ટીએ સેજલ દેસાઈએ તેમના મતવિસ્તારમાં કામને વધાવી લીધું હતું. સતત પાંચ વર્ષ સુધી ખડે પગે તેમના વોર્ડમાં કરેલા કામને તેમ જ તેમના કાર્યકર્તાઓ તેમને આપેલા સમર્થનને પણ તેમને અભિનંદન આપ્યા હતા.સ્થાનિક નાગરિકો તરફથી સતત મળેલા સાથ બદલ તેમણે સ્થાનિક નાગરિકોને આભાર પણ માન્યા હતા.
આ પ્રસંગે સેજલ દેસાઈએ પોતાના મતવિસ્તારના સ્થાનિક નાગરિકો આભાર માન્યો હતો અને તેમના પક્ષ ભાજપે તેમને આપેલી તકનો અને પક્ષે તેમના પર મૂકેલા વિશ્વાસને લઈને તેમણે પક્ષનો પણ આભાર માન્યો હતો.

સેજલ દેસાઈએ કહ્યું હતું કે પાંચ વર્ષ તેમના મતવિસ્તારમાં નાગરિકોએ ભરપૂર પ્રેમ આપ્યો અને તેમના પર વિશ્ર્વા મૂક્યો તે માટે તેઓ તેમના ઋણી છે. તેઓ નાગરિકો માટે અને પક્ષ માટે સતત કામ કરતા રહેવા ઈચ્છા રાખે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર માનતા સેજલ દેસાઈએ કહ્યું હતું કે અમારા નેતા મોદી સાહેબ પોતે બેસતા નથી અને અમને પણ બેસવાને બદલે સતત કામ કરવાનું પ્રોત્સાહન આપે છે. તે મુજબ અમે કામ કરતા રહીએ છે. પક્ષે મારા પર રાખેલા ભરોસાનું હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ નાગરિકો માટે કામ કરતી રહેવા માંગુ છું.
પોતાના વિસ્તારમાં રહેલી પ્રાથમિક સમસ્યાઓ પાણી, વરસાદમાં ભરાઈ જતા પાણીની તકલીફ અને શૌચાલય જેવી સમસ્યાઓ દૂર કરવામાં તેઓ સફળ થયા તે માટે તેમણે પોતાને ભાગ્યશાળી ગણાવ્યું હતું અને ભગવાનનો પણ આભાર માન્યો હતો.
