ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર 2021
મંગળવાર
મુંબઈમાં વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે. વેક્સિનેટેડ લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. તેથી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ પણ ઘટી ગયું છે. તેથી મુંબઈમાં ગરબા રમવાની મંજૂરી આપો એવી માગણી ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે મહારાષ્ટ્ર સરકારને કરી છે.
અતુલ ભાતખલકરના કહેવા મુજબ મુંબઈમાં વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરની શકયતા ન હોવાની એફિડેેવિડ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ હાઈ કોટર્માં કરી છે. ત્યારે ત્રીજી લહેરનું જોખમનું કારણ આગળ કરીને પાલિકા મુંબઈમાં ગરબા પર મૂકેલો પ્રતિબંધ પાછો ખેંચવો જોઈએ. તેમ જ પહેલા નોરતાથી કોરોનાના તમામ નિયમોના પાલન કરવાની શરત સાથે ગરબા રમવાની મંજૂરી આપવી જોઈએ એવી માગણી કાંદિવલી(પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે મુખ્યપ્રધાનને કરી છે.
બોરિવલી ફાયરિંગ કેસમાં અંડરવર્લ્ડની ટોળકીના સભ્યની આ રાજયમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ; જાણો વિગત
કોરોનાને નામે હિંદુ તહેવારોની ઉજવણી પર મહાવિકાસ આઘાડીની સરકાર પ્રતિબંધ મૂકી રહી છે. મંદિર ચાલુ કરવા માટે પણ તેઓએ કોરોનાનું કારણ આગળ ધર્યું હતું. હવે જયારે પાલિકા જ ત્રીજી લહેરનું જોખમ ન હોવાનું કહી રહી છે, તો પછી ઘટ સ્થાપનાના દિવસથી ગરબા રમવાની મંજૂરી આપવી જોઈએ.