Site icon News Continuous Bureau | Mumbai

આખરે એક ધારાસભ્ય ગરબા રમવાની તરફેણમાં આવ્યો, કરી આ માંગણી; જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઓક્ટોબર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈમાં વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે. વેક્સિનેટેડ લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. તેથી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ પણ ઘટી ગયું છે. તેથી મુંબઈમાં ગરબા રમવાની મંજૂરી આપો એવી માગણી ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે મહારાષ્ટ્ર સરકારને કરી છે.

અતુલ ભાતખલકરના કહેવા મુજબ મુંબઈમાં વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરની શકયતા ન હોવાની એફિડેેવિડ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ હાઈ કોટર્માં કરી છે. ત્યારે ત્રીજી લહેરનું જોખમનું કારણ આગળ કરીને પાલિકા મુંબઈમાં ગરબા પર મૂકેલો પ્રતિબંધ પાછો ખેંચવો જોઈએ. તેમ જ પહેલા નોરતાથી કોરોનાના તમામ નિયમોના પાલન કરવાની શરત સાથે ગરબા રમવાની મંજૂરી આપવી જોઈએ એવી માગણી કાંદિવલી(પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે મુખ્યપ્રધાનને કરી છે.

બોરિવલી ફાયરિંગ કેસમાં અંડરવર્લ્ડની ટોળકીના સભ્યની આ રાજયમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ; જાણો વિગત

કોરોનાને નામે હિંદુ તહેવારોની  ઉજવણી પર મહાવિકાસ આઘાડીની સરકાર પ્રતિબંધ મૂકી રહી છે. મંદિર ચાલુ કરવા માટે પણ તેઓએ કોરોનાનું કારણ આગળ ધર્યું હતું.  હવે જયારે પાલિકા જ ત્રીજી લહેરનું જોખમ ન હોવાનું કહી રહી છે, તો પછી ઘટ સ્થાપનાના દિવસથી ગરબા રમવાની મંજૂરી આપવી જોઈએ.

Maharashtra Dahi Handi 2026 મહારાષ્ટ્રમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ૨૫૪થી વધુ મોટા આયોજનો, ૧ કરોડથી વધુના ઈનામોની રમઝટ
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Exit mobile version