News Continuous Bureau | Mumbai
મહિલા પર બળાત્કાર(Rape case) અને ધમકી આપવાના આરોપને પગલે મુશ્કેલીમાં ફસાયેલા નવી મુંબઈના(Navi mumbai) ભાજપના(BJP) નેતા ગણેશ નાઈકને(Ganesh Naik) આખરે રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટે(Mumbai highcourt) ગણેશ નાઈકને(ganesh naik) ધરપકડ પૂર્વે જામીન આપ્યા છે.
આ અગાઉ ગણેશ નાઈકની બે વખત થાણે સેશન્સ કોર્ટે(Session court) જામીનની અરજી ફગાવી દીધી હતી. તેથી ગમે ત્યારે તેમની ધરપકડની શક્યતા હતા. જોકે હવે હાઈ કોર્ટના નિર્ણયથી ગણેશ નાઈકને કામચલાઉ રાહત મળી છે.
એક મહિલાએ ધારાસભ્ય ગણેશ નાઈક વિરુદ્ધ નવી મુંબઈના નેરુલ પોલીસ સ્ટેશનમાં(Nerul police station) જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આથી નેરુલ પોલીસે નાઈક સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.
મહિલાએ પોલીસને નોંધાવેલી ફરિયાદ મુજબ 1993માં તે વાશીના સેક્ટર-17માં બિગ ફ્લેશ સ્પોર્ટ્સ ક્લબમાં(Sports club) રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. આ દરમિયાન નાઈક ક્લબમાં અવારનવાર મિટિંગ માટે આવતા હતા. પરિચય પછી અને મિત્રતા બાદ 1995થી પ્રેમમાં બદલાઈ ગઈ હતી મહિલાના કહેવા મુજબ આગળ જઈને ગણેશ નાઈક તેની સાથે અનેક ખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રાણા દંપતી મુશ્કેલીમાં વધારો, ખારના ઘરમાં ગેરકાયદે બાંધકામ; BMCની ટીમ આજે કરશે ઈન્સ્પેકશન જાણો વિગતે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવેમ્બર 2006માં તે ગણેશ નાઈકથી ગર્ભવતી થઈ હતી. તેથી છઠ્ઠા મહિનામાં ગણેશ નાઈકની વિનંતીથી એપ્રિલ 2007માં ન્યૂ જર્સી(Newjersey) ગઈ હતી અને 18 ઓગસ્ટ, 2007ના રોજ એક બાળકને જન્મ આપ્યો. જ્યારે તે બે મહિનાનો હતો, ત્યારે નાઈક તેને અને બાળકને લેવા માટે યુએસ આવ્યા હતા. ત્યારબાદ તેઓએ મહિલા અને બાળકને નેરુલ માં સીબ્રિજ ટાવર બિલ્ડિંગમાં રહેવા લઈ ગયા. તે અઠવાડિયામાં ત્રણ વખત ઘરે આવતા હતા. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તે સમયે તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરીને તેનું યૌન શોષણ કર્યું હતું.