Site icon

મુંબઈમાં આ વર્ષે દેખાશે અભી નહીં તો કભી નહી નો જંગ પાલિકાની ચૂંટણી માટે ભાજપ નો નવો મંત્ર.

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Home Minister Amit Shah Mumbai visitરવિવારે મુંબઈની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગણપતિબાપ્પા(Ganpati Bappa)ના દર્શન તો કર્યા હતા પણ સાથે જ આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election) કોઈ પણ ભોગે જીતવાનો નિર્ધાર કર્યો હતો. પક્ષના કાર્યકર્તાઓ સાથે તેમણે બેઠક યોજી હતી. આ બેઠકમાં અમિત શાહ સહિત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) આગામી પાલિકાની ચૂંટણીમાં શિવસેનાને જમીન પર ઉતારી દેવાની વાત કરી હતી.

Join Our WhatsApp Community

અમિત શાહે ભાજપ(BJP)ના પદાધિકારીઓ સાથે યોજેલી બેઠક દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે પક્ષના નાનાથી લઈને મોટા તમામ પદાધિકારીઓને કાનમંત્ર આપતા કહ્યું હતું કે કોઈ પણ હિસાબે આગામી ચૂંટણી ભાજપે જ લડવાની છે. 'અભી નહીં તો કભી નહીં' એમ વિચારીને જ મેદાનમાં ઉતરવાનું છે. જીવનની આ છેલ્લી ચૂંટણી સમજીને તેની માટે લડવાનું છે.

આ સમાચાર પણ વાંચો : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના એક્સીડેન્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે- જુઓ કેવી રીતે થયો હતો અકસ્માત 

ભાજપનું આગામી એક જ લક્ષ્ય છે મુંબઈ મહાનગરપાલિકા પર કબજો કરવાનું. તેથી પક્ષના તમામ પદાધિકારી, નગરસેવક કાર્યકર્તાઓએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે એવો પોરો પણ ફડણવીસે તમામ કાર્યકર્તાઓને ચઢાવ્યો હતો.

સાચ્ચી શિવસેના આપણી સાથે છે. ગણેશોત્સવમાં બધી જગ્યાએ ભાજપની બોલબાલા છે. આપણા જીવનની આ છેલ્લી ચૂંટણી છે એમ સમજીને બધાએ તે માટે લડવાનું છે એવું પણ દેવેન્દ્ર ફડણવીસે આ સમયે કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : તમારા ચટાકેદાર ભોજનમાં રહેલું પનીર બનાવટી તો નથી ને- પુણેથી FDAની કાર્યવાહીમાં આટલા કિલો પનીર જપ્ત- જુઓ વિડિયો નકલી પનીર ફેક્ટરીનો અસલી વિડિયો

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version