ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એ ભાજપ માટે એક અગ્નિ પરીક્ષા સમાન છે. અહીં દશકો થી સત્તા માં બિરાજમાન શિવસેના હવે ભાજપની કટ્ટર શત્રુ છે. આ પરિસ્થિતિમાં ભાજપે ઉત્તર ભારતીયોને પોતાની સાથે રાખવા માટે મહેનત શરૂ કરી છે. પોતાની ગણતરી હેઠળ ભાજપ ઉત્તર ભારતીય નેતાઓને આગળ ધરીને મુંબઈ શહેરમાં અલગ અલગ ઠેકાણે 1000 ચોપાલ કરવાનું નક્કી કર્યું છે. આ માટે ભાજપ ના મુંબઈ સ્તરના તમામ ઉત્તર ભારતીય નેતાઓ નિર્દેશ આપી દેવાયા છે. ભાજપના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પોતે આ કાર્યક્રમ ની શરૂઆત કરશે.
એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતી અને ઉત્તર ભારતીયો એ જો ભાજપને પોતાનું સમર્થન ચાલુ રાખ્યું તો ભાજપ પોતાની મોજુદા સ્થિતિ જાળવી શકશે. આથી જ ભાજપે પોતાની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે.
