ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
મુંબઈમાં લોકોને સસ્તા શાકભાજી મળી રહે અને વચેટિયા ઓ દૂર થાય એ માટે રાજકીય પક્ષ ના નેતાઓ સામે આવ્યા છે. મુંબઈમાં હવે ભાજપ લઘુમતી મોરચા ખેડૂતો પાસેથી સીધા શાકભાજી ખરીદી રહ્યા છે અને સબસિડી દરે ગ્રાહકોને વેચે છે. ભાજપના શહેર પ્રમુખએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભાર ભારત' અભિયાનથી પ્રેરિત 'આત્મનિર્ભર કિસાન બજાર' સેવાની શરૂઆત કરી છે.
“અમે વેપારીઓ પાસેથી જે ભાવે મળે તેના કરતા વધારે ચૂકવણી કરીને અને સબસિડીવાળા દરે વેચવા મટે ને સીધા ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદી રહ્યા છીએ. લઘુમતી મોરચાના પ્રમુખએ પણ કહ્યું કે, હાલ બજારમાંથઈ શાકભાજી લાવવા અમારી પાસે ત્રણ વાહનો છે, પરંતુ ટૂંક સમયમાં તેમાં વધુ ઉમેરો થશે. તેમજ આ વાહનો દિવસમાં બે વાર બજાર વિસ્તારોની મુલાકાત લેશે.
ભાજપના નેતાના જણાવ્યાં મુજબ આ યોજના ખેડુતો અને ગ્રાહકો માટે ફાયદાકારક છે. કોઈ વચેટિયા ન હોવાથી ખેડુતોને સારો ભાવ મળે છે. જ્યારે ગ્રાહકોને તાજી શાકભાજી સસ્તી મળે છે. માંગમાં વધારો થતાં, વધુ વાહનો પણ ઉમેરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું છે..