નવી મુંબઈમાં પાલિકાના વોર્ડની ફેરરચના સામે આ પક્ષે લીધો વાંધો, કોર્ટમાં કરશે અપીલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022    

બુધવાર.

 મુંબઈ અને નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ વોર્ડની ફેરરચનાનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. નવી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા 41 પેનલમાં કુલ 122 વોર્ડની રચના કરવામાં આવી છે. ભાજપે વોર્ડની રચના સામે વાંધો ઉઠાવ્યો છે અને તે કોર્ટમાં અપીલ કરશે તેવી સ્પષ્ટતા કરી છે.

નવી મુંબઈના ઐરોલી વિધાનસભા મતવિસ્તારને 23 થી 25 હજાર મતવિસ્તારમાં વહેંચવામાં આવ્યો છે. બેલાપુર વિધાનસભા ક્ષેત્રમાં 30 થી 31 હજાર મતદારો ધરાવતા વોર્ડની રચના કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય ગણેશ નાઈકે મિડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે શિવસેનાની તાકાત વધી છે  ત્યાં વધુ વોર્ડ બનાવવામાં આવ્યા છે. ભાજપ આ વોર્ડની રચના અંગે બેઠક યોજશે. તમામ વિભાગોના વાંધાઓ અને સૂચનો સાંભળ્યા બાદ ચૂંટણી પંચ પાસે જઈશું 

મુંબઈકરોને રાહત! નાઈટ કર્ફ્યૂ ખતમ, આટલા ટકા ક્ષમતા સાથે ખુલશે થીમ પાર્ક-સ્વિમિંગ પૂલ; જાણો શું છે નવા નિયમો?

ભાજપના નેતાઓના કહેવા મુજબ ચૂંટણી પંચ પાસેથી બહુ અપેક્ષા ન હોવાથી  તેઓ કોર્ટના દ્વાર ખટખટાવાના છે. વોર્ડની ફેરરચના કરતી વખતે જે અધિકારીઓએ ગેરકાયદેસર કામ કર્યું છે તેમની સામે ભાજપ કોર્ટમાં કાર્યવાહીની માંગણી કરશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *