ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગર પાલિકામાં ગઈકાલે એક નવો ખેલ જોવા મળ્યો. મહારાષ્ટ્રની રાજ્ય સરકારે મુંબઈ શહેરમાં કામ કરી રહેલા બિલ્ડરોના પ્રોજેક્ટ પર પ્રીમિયમ પર 50% સવલતનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે મુંબઈ શહેરમાં ઘર સસ્તા થવાની ધારણા છે. બીજી તરફ આ પ્રસ્તાવ જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો. જોકે ભાજપનો આ વિરોધ ટેકનિકલ હતો. ભાજપના નેતાઓનું કહેવું હતું કે કોઈ પણ પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીના ત્રણ દિવસ પહેલા નેતાઓને મોકલવો જરૂરી છે. ત્યારે આ પ્રસ્તાવને વાંચવા માટે પુરતો સમય ન મળ્યો હોવા ને કારણે તેને હાલ સ્થગિત રાખવામાં આવે.
ભાજપના આ વાંધાને સ્ટેન્ડિંગ કમિટીએ માન્યતા આપી અને સવલતનો પ્રસ્તાવ આગામી મીટીંગ સુધી સ્થગિત રહયો છે.
હવે સવાલ એ ઉભો થાય છે કે આવું શા માટે થયું હશે?
'દાલ મેં કુછ કાલા હૈ? યા પૂરી કી પૂરી દાલ હી કાલી હૈ'