ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મુંબઈ શહેરમાં લોકલ ટ્રેનસેવા ફરીથી શરૂ કરવા માટે ચર્ચગેટ પર ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભાજપના નેતા પ્રવીણ દરેકરે કહ્યું કે ‘’આ પોલીસના માધ્યમ દ્વારા સરકારની તાનાશાહી છે, પરંતુ અમારો વિરોધ આમ જનતા માટે છે. રાજ્ય સરકાર અમને વિરોધ પણ નથી કરવા દેતી અને સેવાઓ પણ ફરીથી શરૂ નથી કરતી.’’ પ્રવીણ દરેકરે ચર્ચગેટ સ્ટેશનથી લોકલ ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરી હતી.

ભાજપના નેતા અતુલ ભાતખળકરના નેતૃત્વ હેઠળ આજ સવારે 10:30 વાગ્યેથી ઉત્તર મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશન પર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. સાથે તેઓ હાથમાં પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. તેઓ માગ કરી રહ્યા હતા કે કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારાઓ માટે સ્થાનિક ટ્રેનસેવા પુન:સ્થાપિત કરો. ચંદ્રકાંત પાટીલ, જેમણે સાયન ખાતે વિરોધ કર્યો હતો.

શું આગામી બે દિવસમાં લોકલ ટ્રેન સંદર્ભે નિર્ણય લેવાઈ જશે? આ સંકેતો મળ્યા
ભાજપના નેતા મંગલ પ્રભાત લોઢાએ પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. ભાજપના નેતા પ્રવીણ દરેકરને ચર્ચગેટથી ચર્ની રોડ વગર ટિકિટે મુસાફરી કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. ભાજપના રેલવે આંદોલનમાં પોલીસે કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી છે.
