ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
શિવસેનાએ વચન આપ્યું હતું કે જે મુંબઈવાસીઓના ઘર 500 ફૂટ થી નાના છે તેમને પ્રોપર્ટી ટેકસમાં થી રાહત આપવામાં આવશે. જોકે આ વચન તેમણે પાળ્યું નહીં.માત્ર પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત આપીને જાન્યુઆરી મહિનાથી લોકોને પ્રોપર્ટી ટેક્સના બિલ પાઠવવાની શરૂઆત કરવામાં આવી.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ માંગણી કરી હતી કે જે મુંબઈવાસીઓને ઘર ૫૦૦ ફૂટ થી 700 ફૂટ ની વચ્ચે ના હોય તેઓને પ્રોપર્ટી ટેક્સ માંથી સંપૂર્ણ રાહત આપવામાં આવે. હવે આ પ્રસ્તાવ સંદર્ભે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે શિવસેનાએ આ પ્રસ્તાવને રોકી દીધો.જેને કારણે ભાજપના નેતાઓ ધુંઆપુંઆ થઇ ગયા. પોતાનો વિરોધ દર્શાવવા તેમણે મીટીંગ નો બહિષ્કાર કર્યો.
આમ શિવસેના અને ભાજપ બંને મતદાતાઓને ગાજર દેખાડતાં સંતાકુકડી ની રમત રમી રહ્યા છે. ક્યારેક કોઈ એક વચન આપે છે તો ક્યારેક બીજો બહાનું બતાવે છે. સરવાળે મુંબઈવાસીઓને કોઈ ફાયદો થતો નથી