Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓની ટ્રાફિકની સમસ્યા હળવી થશે, એક નવો ફ્લાય ઓવર ખુલ્લો મુકાયો, બાંદ્રાથી વડાલા માત્ર 10 મિનિટમાં પહોંચો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બાંદ્રામાં કલાનગર પાસે બાંધવામાં આવેલા નવા ફ્લાયઓવરનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુલનું બાંધકામ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથૉરિટી દ્વારા કરવામાં  આવ્યું છે.

આ નવા ફ્લાયઓવરને કારણે BKC જનારાઓને કલાનગર ટ્રાફિક જંક્શન પર થતા ભારે  ટ્રાફિક જામની સમસ્યાથી રાહત થઈ રહશે. મુંબઈગરા બાંદરા-વરલી સી-લિન્કથી BKC જવા માગતા હોય એની માટે આ ટુ વે ફ્લાયઓવર બહુ ઉપયોગી સાબિત થશે.

હજી ત્રીજા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જે ધારાવી જંક્શનનથી સી-લિન્ક પર જતા ટ્રાફિક માટે રાહતરૂપ બની રહેશે. નવેમ્બરના અંત સુધીમાં આ ફ્લાયઓવરનું કામ પૂરું થશે.

મુંબઈ શહેરમાં રોજ ૧૦૦૦ ઉંદર મારવામાં આવે છે. ગત ૬ મહિનામાં આટલા લાખને મારવામાં આવ્યા. પણ કેમ? કઈ રીતે? જાણો અહીં

કલાનગરના ટ્રાફિક જંક્શન પર રહેલા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સરકારે અહીં 103.73 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ ફેલાયઓવર બાંધવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, જેમાં આજે આ બીજા ફ્લાયઓવરને પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version