મુંબઈ શહેરમાં નાગરિકોને રસી આપવાના પ્રમાણમાં બાન્દ્રાના બીકેસી રસીકરણ કેન્દ્રએ બાજી મારી છે. તો બીજા સ્થાને છે ગોરેગાંવનું નેસ્કો રસીકરણ કેન્દ્ર.
છેલ્લા ૬ મહિના દરમ્યાન બીકેસીમાં 2 લાખ 64 હજા૨ 892 નાગરિકોને ૨સી આપવામાં આવી છે. ત્યારે નેસ્કો ગોરેગાંવ કોવિડ રસીકરણ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 2 લાખ 19 હજાર નાગરિકોને રસી આપવામાં આવી છે.
જોકે હાલ રસીના ડોઝનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાથી દિવસના માત્ર ૨૦૦થી વધુ નાગરિકોને રસી આપવામાં આવે છે.
કોવિડના દર્દીઓની સારવાર આપીને સાજા કરવામાં પણ બીકેસી કેન્દ્ર આગળ રહ્યું છે અને હવે રસીકરણમાં પણ પહેલા સ્થાને આવવાનો આનંદ કોવિડ કેન્દ્રના પ્રભારી ડો.રાજેશ ઢેરેએ વ્યક્તર્યો છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ૨૯જાન્યુઆરીથી હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ૨સીકરણ શરૂ કરાયું હતું. ત્યાર બાદ ૧લી માર્ચથી સામાન્ય નાગરિકો માટે રસીકરણ શરૂ થયું.