ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 એપ્રિલ 2021.
બુધવાર.
કેન્દ્ર સરકારે 1 મે થી 18 થી 44 વર્ષની વય જૂથના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. પહેલી મેથી વેકેશન શરૂ થશે અને ત્યારબાદ વેક્સિન લેનાર વ્યક્તિ બે મહિના સુધી બ્લડ ડોનેટ નહીં કરી શકે આ પરિસ્થિતિમાં આવનાર સમયમાં લોહીની ઊણપ ઊભી થશે. આજની તારીખમાં પણ લોહી આસાનીથી ઉપલબ્ધ નથી. જેને કારણે થેલેસેમિયા થી પીડાઈ રહેલા દર્દીઓ ને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્લાઝમા ની જરૂરત પણ રહે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ઉત્તર મુંબઈમાં ઠેરઠેર રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે. ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાળ શેટ્ટીએ સંકલ્પ કર્યો છે કે 5000 થેલી લોહી ભેગુ કરવામાં આવશે. આ માટે બોરીવલી, કાંદીવલી અને અન્ય વિસ્તારમાં રક્તદાન શિબિર ચાલુ છે. હાલમાં જ મલાડના નર્સિંગ લેન વેલ્ફેર એસોસિયેશનના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઘણા યુવકો બ્લડ ડોનેટ કરવા આવ્યા હતા. બ્લડ ડોનેટ કરતી વખતે તેઓ માનસિક તાણ ન અનુભવે એ માટે સંગીત વગાડવા ગીતાર વાદકને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં બ્લડની 47 બોટલ જમા થઈ હતી. મલાડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન નગરસેવિકા સેજલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કે સાંઈ પ્રબોધન ટ્રસ્ટ અને વિનોદ શેલાર દ્વારા આયોજિત કરવામાં આવેલા રક્તદાન શિબિરમાં ૩૫૦થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..
આમ ઉત્તર મુંબઈમાં રક્તદાન શિબિર સેવાયજ્ઞ ચાલી રહ્યો છે..