ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના અને કૉન્ગ્રેસના પ્રધાનો વચ્ચે સતત ખટરાગ જોવા મળી રહ્યો છે. કૉન્ગ્રેસની માગણીને પગલે મહારાષ્ટ્ર સરકારને ઇચ્છા વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સંજય જયસ્વાલની બદલી કરવી પડી છે. સંજય જયસ્વાલને મહારાષ્ટ્ર રાજ્ય મત્સ્ય વ્યવસાય વિકાસ મહામંડળમાં મોકલી દેવામાં આવ્યા છે.
મુંબઈ શહેરમાં રસીકરણ ઝડપ પકડી. અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. જાણો વિગત.
મુંબઈ પાલિકામાં 9 જૂન, 2020માં ઍડિશનલ કમિશનરપદનો ભાર સ્વીકારનારા સંજય જયસ્વાલ ઉપનગરના પાલકપ્રધાન અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના નજીકના અધિકારી ગણાય છે. કોરોના મહામારી વચ્ચે મુંબઈના જમ્બો સેન્ટર સફળતાપૂર્વક ઊભા કરવામાં સંજય જયસ્વાલે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમનો કૉન્ગ્રેસના નેતા સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. કૉન્ગ્રેસ તેમની વિરુદ્ધ થઈ ગઈ હતી. એથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ઇચ્છા ન હોવા છતાં કૉન્ગ્રેસની માગણીને પગલે તેમની ટ્રાન્સફર કરવી પડી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.