Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈમાં થઈ ગયું છે કોરોનાની ત્રીજી લહેરનું આગમન? BMCના આ ઉચ્ચ અધિકારીને લાગ્યો કોરોનાનો ચેપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈમાં કોરાનાની ત્રીજી લહેર દસ્તખ દઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેસના વધારાએ મુંબઈ પાલિકાની ચિંતામાં વધારો કર્યો છે. એમાં હવે મુંબઈ મનપા ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. એથી પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. તેઓ પાલિકાના આરોગ્ય ખાતાનો ચાર્જ સંભાળી રહ્યા છે.

મુંબઈમાં કોરોનાએ દસ્તખ દીધી હતી ત્યારથી રાતદિવસ એને નિયંત્રણમાં લાવવાના પ્રયાસમાં રહેનારા સુરેશ કાકાણીએ ઉલ્લેખનીય કામગીરી બજાવી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સતત ફીલ્ડ પર રહીને પણ કોરોનાના ચેપથી બચી ગયેલા અધિકારીને રહી-રહીને ચેપ લાગતાં પાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.

રેલવેની આજથી વધારાની લોકલ ટ્રેન સર્વિસ, પરંતુ ટ્રેનમાં ઊમટેલી ભીડ શું આપી રહી છે ત્રીજી લહેરને આમંત્રણ? જાણો વિગત

બે-ત્રણ દિવસ તેમને તાવ સહિતની ફરિયાદ રહેતાં તેમની કોરાનાની ટેસ્ટ કરવામાં આવી હતી. જે ગુરુવારે પૉઝિટિવ આવી હતી. હાલ સુરેશ કાકાણી અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત સ્થિર હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.

Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
Exit mobile version